ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક મળી: મહાપાલિકાની પહેલી બોડી કોંગ્રેસની બને તેવો સંકલ્પ કર્યો


SHARE













મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક મળી: મહાપાલિકાની પહેલી બોડી કોંગ્રેસની બને તેવો સંકલ્પ કર્યો

મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ણ હૉલ ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં આગમી સમયમાં આવનાર મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પ્રથમ બોડી કોંગ્રેસની બને તેના માટેનો સંકલ્પ કર્યો હતો. 

મોરબીમાં રાષ્ટ્રીય  કૉંગ્રેસ સેવા દળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય કૉંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખ લાલજી દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ પ્રગતિબેન આહીર તેમજ  ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સેવા દળના પ્રભારી દેવેન્દ્ર શર્મા હાજર રહ્યા હતા આ કાર્યક્ર્મમાં ભાજપ ઉપર સત્તાના નશામાં તાનાશાહીનો આરોપ લગાવામાં આવ્યો હતો. અને ભાજપની નીતિનો વિરોધ કર્યો હતો.સાથે સાથે તેઓએ કોંગ્રેસ કાર્યકરોને લોક પ્રશ્નો લઇ છેવાડાના લોકો સુધી પહોંચવા અને કોંગ્રેસનો હાથ મજબૂત કરવા અપીલ કરી હતી. તેમજ આવનારી મહાપાલિકાની જ્યારે ચુંટણી થાય ત્યારે પ્રથમ બોડી કોંગ્રેસ બહુમતીથી ચૂંટાય અને પ્રથમ જનરલ બોર્ડ કોંગ્રેસનું મળે તેવો સંકલ્પ કર્યો હતો. અને કોંગ્રેસ કાર્યકરોને તેના માટે સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી.

આ તકે લાલજીભાઇ દેસાઈએ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સત્તાના નશામાં ચૂર થઈ ગયા છે અને લોકોને અલગ અલગ સમસ્યા અને ગુનેગારો સામે મૂકી દીધા છે. મહાત્મા ગાંધીએ દેશની અખંડિતતા માટે બલિદાન આપ્યું, કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ ખાલિસ્તાન સામે લડત આપી  શહીદી વ્હોરી, રાજીવ ગાંધી દેશના દક્ષિણ ભાગને બચવવા પોતાના જીવની આહુતિ  જ્યારે ભાજપે ત્રણ મોદી અપાયા એક નીરવ મોદી બેંકના રૂપિયા લઈ વિદેશ ભાગી ગયોબીજો લલિત મોદી ક્રિકેટમાં કરોડોનું કૌભાંડ કરી ભાગી ગયો અને ત્રીજો મોદી નોટ બંધી જીએસટી બેરોજગારી અને ધર્મના નામે લડાઈ ચલાવી પ્રજાને તરછોડી દીધી છે.






Latest News