કચ્છમાં ઠંડી વધતા દરેક તાલુકામાં વિકાસ વંચિતોને સાંસદ દ્વારા ધાબડા વિતરણ
મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારોની કરાઇ વરણી
SHARE
મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારોની કરાઇ વરણી
મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી રાજકોટ રોડે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આ સભા યોજાઇ હતી. જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ અને જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ત્યારે પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.
આ સભામાં મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ પદે નિલેશભાઈ કુંડારીયા, મંત્રી પદે હર્ષદભાઈ કાવર, ઉપપ્રમુખ પદે બળદેવભાઈ સરસાવાડીયા અને દિલીપભાઈ ગઢિયાની વરણી કરવામાં આવી છે. જયારે તાલુકાના પ્રમુખોમાં મોરબી તાલુકા પ્રમુખ પદે જીતુભાઈ વડસોલા, ટંકારા તાલુકા પ્રમુખ પદે વિજયભાઈ ભાડજા, હળવદ તાલુકા પ્રમુખ પદે ગીરીશભાઈ લકુમ, વાંકાનેર તાલુકા પ્રમુખ પદે ઇદ્રીશભાઈ બાદીની વરણી કરવામાં આવી છે. અને મોરબી જિલ્લાની કારોબારી સર્વાનુમતે નક્કી કરવામાં આવી હતી અને સામાન્ય સભામાં તેને બહાલી આપવામાં આવી છે.