મોરબીના પંચાસર રોડે ગાબડાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન
મોરબીની યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં સંચાલકે કરી ફ્રોડ અંગે સ્પષ્ટતા
SHARE
મોરબીની યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં સંચાલકે કરી ફ્રોડ અંગે સ્પષ્ટતા
છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં મેસેજ મૂકીને યેનકેન પ્રકારે લોકોની સાથે ફ્રોડ કરવામાં આવે તેવું સામે આવ્યું છે તેવામાં મોરબીની યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલ છે જેથી કરીને ડ્રો ના નામે રૂપિયા એકત્રિત કરવા કાવતરું કરવામાં આવ્યું છે ત્યારે ગૌશાળાના સંચાલકે યદુનંદન ગૌશાળા આવી રીતે કોઈ પાસેથી ફંડ ફાળા લેવામાં આવતા નથી જેથી કરીને પણ આવી લોભમણી જાહેરાતમાં આવીને રૂપિયા કોઈને આપવા નહીં.
મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ફોટો સાથે નોકરીની લાલચ આપીને લોકોની સાથે સોશિયલ મીડિયાના ઉપયોગ કરીને ફ્રોડ કરવામાં આવતો હોવાનું અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળાના નામે લક્કી ડ્રોની જાહેરાત સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે તે ગૌશાળાના સંચાલક કાનજીભાઇ જારીયાના ધ્યાને આવેલ છે જેથી કરીને આ બાબતે તેઓએ સ્પષ્ટતા કરતો એક વિડીયો મુકેલ છે જેમાં જણાવ્યુ છે કે, આ ગૌશાળા દ્વારા આવા કોઈ ડ્રોનું આયોજન કરવામાં આવ્યુ નથી. અને ખાસ કરીને આ ગૌશાળા મકરસંક્રાતિએ પણ સ્ટોલ રાખી દાન ઉઘરાવતી નથી કે પછી લોકો પાસેથી કોઈ પણ પ્રકારના ફંડ ફાળા લેવામાં આવતા નથી. જેથી સોશિયલ મીડિયામાં ગૌશાળાના નામે લક્કી ડ્રોની જે જાહેરાત મૂકવામાં આવેલ છે તે ખોટી છે. જેથી કોઈએ પણ તેને ધ્યાને લઈને કોઈપણ રૂપિયા આપવા નહીં.