મોરબીમાં પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થતા યુવાને ન કરવાનું કરી નાખ્યુ
મોરબીના પંચાસર રોડે ગાબડાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન
SHARE
મોરબીના પંચાસર રોડે ગાબડાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન
મોરબીમાં પંચાસર રોડનું કામ કરવામાં આવી રહી છે ત્યાં ગાબડા પડવા લાગેલ છે જેથી કરીને અગાઉ સ્થાનિક લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું ત્યારે બાદ હાલમાં રોડમાં ગાબડાં પડેલ છે જેથી કરીને આમ આદમી પાર્ટીના આગેવાનોની આગેવાનીમાં સ્થાનિક લોકોએ રોડ બંધ કર્યો હતો અને જો રોડ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ થાય તો મહાપાલિકા કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. અત્રે ઉલેખનીય છે કે, 22 કરોડના ખર્ચે પંચાસર રોડનું કામ કરવામાં આવી રહ્યું છે. અને કામ પૂરું થયેલ નથી ત્યાં રોડમાં ગાબડાં પાડવા લાગેલ છે જેથી કરીને આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયા અને જિલ્લાના પ્રમુખ મહદેવભાઇ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોને સાથે રાખીને રોડના કામ માટે આંદોલન કર્યું હતું પરંતુ જો હવે યોગ્ય કાર્યવાહી નહિ કરે તો મહાપાલિકા કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવામાં આવશે.