મોરબીની યદુનંદન ગૌશાળાના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં સંચાલકે કરી ફ્રોડ અંગે સ્પષ્ટતા
મોરબીમાં જુગારની બે રેડ: ક્રિકેટ સટ્ટો રમતા બે સહિત કુલ ચાર શખ્સ પકડાયા
SHARE
મોરબીમાં જુગારની બે રેડ: ક્રિકેટ સટ્ટો રમતા બે સહિત કુલ ચાર શખ્સ પકડાયા
મોરબીમાં જુદી જુદી બે જગ્યાએ ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ગાયત્રીનગર મેઇન રોડ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા હતા જ્યારે ગેંડા સર્કલ પાસે તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા. જેથી કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા જુગારના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે બે શખ્સો ઓનલાઇન ગુરુ એપ્લિકેશનમાંથી ક્રિકેટ મેચના રનફેર ઉપર સટો રમતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોકડા 2500 તથા 5000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન આમ કુલ મળીને 7500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રમેશ જયેન્દ્રભાઈ કેસવાણી (43) રહે. મહેન્દ્રપરા મોરબી અને રોહિત ગોપાલભાઈ સોલંકી (34) રહે. નવલખી રોડ ગાયત્રી નગર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સો અલ્તાફ ચાનીયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા સાથે જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે જેથી કરીને ત્રણેય શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને અલ્તાફ ચાનીયાને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે આવી જ રીતે મોરબીમાં ગેંડા સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચંદુ ગોવિંદભાઈ બાવરવા (32) રહે. વિદ્યુતનગર મોરબી-2 અને રફીક હસનભાઈ કટીયા (28) રહે. કાંતિનગર મોરબી-2 વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 480 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝનમાં ગુનો નોંધાયો