મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ચગતી પતંગોને કાપીને આનંદ મેળવવા માટે કરોડોના પતંગ દોરાની ખરીદી કરતાં ગ્રાહકો


SHARE











મોરબીમાં કાલે ચગતી પતંગોને કાપીને આનંદ મેળવવા માટે કરોડોના પતંગ દોરાની ખરીદી કરતાં ગ્રાહકો

પતંગના રસીયોનો પ્રિય તહેવાર એટલે કે મકરસંક્રાંતિને આવતી કાલે છે ત્યારે મોરબીના પતંગના વેપારીઓને જલસા થઈ ગયા છે કેમ કે, છેલ્લા દિવસોથી પવન હોવાથી મકરસંક્રાંતિના દિવસે સારો પવન રહેશે તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ગ્રાહકો મકરસંક્રાંતિના દિવસે મજા કરવા માટે હાલમાં પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે ત્યારે કરોડો રૂપિયાનો પતંગ દોરાનો માલ પોતાની દુકાનમાં ભરીને બેઠેલા વેપારીઓની દુકાનોમાં તેમજ સ્ટોલ ઉપર માલ લાવલાવ થઈ રહ્યું છે જેથી કરીને વેપારીઓને મકરસંક્રાંતિનો તહેવાર સારી કમાણી કરાવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અત્રે ઉલેખનીય છે કે, આકાશમાં અવનવી પતંગો ઉડાવવા માટેની તેમજ એક બીજાની ચગતી પતંગોને કાપવા માટે તૈયારીઓ સ્વાભાવિક રીતે પતંગ રસિયાઓ દ્વારા મકરસંક્રાંતિ પહેલા જ કરી લેવામાં આવતી હોય છે આ વર્ષે પતંગ બજારમાં જોઈએ ખૂબ જ સારી ઘરાકી હોવાનું રિદ્ધિ સિઝન સ્ટોર વાળા દીપકભાઈ પોપટે જણાવ્યુ છે અને વધુમાં તેમણે માહિતી આપેલ છે કે, દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ સારો વેપાર થયેલ છે અને કરોડો રૂપિયાના પતંગ અને દોરાની લોકોએ ખરીદી કરેલ છે દર વર્ષની જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીના પતંગ તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મો તથા સીરીયલના કલાકારોની પતંગો બજારમાં આવી છે તે ઉપરાંત ખાસ કરીને આ વખતે પુષ્પા-2, રોકેટ, કુંભ મેળો, મોદી, યોગી વિગેરેની પતંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે




Latest News