મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં એસએમસીની રેડ બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી ? : એલસીબી તથા તાલુકા પોલીસ દ્વારા દેશી દારૂની બે રેડ..!


SHARE







મોરબીમાં એસએમસીની રેડ બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી ? : એલસીબી તથા તાલુકા પોલીસ દ્વારા દેશી દારૂની બે રેડ..!

મોરબીમાં બે ત્રણ દિવસ પહેલા એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી અને દેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો.રંગપર ગામ પાસેથી દારૂનો જતોજથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.જેને પગલે હાલમાં સ્થાનિક પોલીસ પણ સફાળી જાગી હોય તેમ એલસીબી દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી જ્યાંથી ૨૭૫ લીટર દેશીદારૂ સાથે ત્રણને પકડવામાં આવ્યા છે અને ત્રણના નામ ખુલતા તેની તપાસ ચાલી રહી છે. તે રીતે જ મોરબી તાલુકા પોલીસ દ્વારા પણ રંગપર ગામની સીમમાં જ દારૂની રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી ૫૫૦ લીટર દારૂ સાથે હાલમાં એકને પકડવામાં આવ્યો છે અને માળીયા (મિં.))ના એક ઈસમનું નામ ખુલતા તેને શોધવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લો છેલ્લા કેટલાક દિવસોથી એસએમસીની રડારમાં હોય તેવું દેખાઈ રહ્યું છે.કારણ કે છેલ્લા કેટલાક સમય દરમિયાનમાં એસએમસી દ્વારા મોરબીમાં કેટલીક મોટી રેડ કરવામાં આવેલી છે. જેમાં આખેઆખું દારૂનો ગોડાઉન પકડી પાડવામાં આવ્યું, મોરબીના જુદા જુદા વિસ્તારો અને માળિયા પંથકમાં વેચાતા નકલી વિદેશી દારૂ અને દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી, ટંકારા પાસે રિસોર્ટમાંથી જુગારની રેડમાં થયેલ તોડ કાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મોરબીના  ગાળા ગામ નજીક પેટકોકની ચોરી પકડવામાં આવી હતી જેથી કરીને મોરબી જિલ્લો એસએમસીની રડાર ઉપર હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અને બે દિવસ પહેલા મોરબીના રંગપર પાસેથી એસએમસીના સ્ટાફે રેડ કરીને દેશી દારૂનો 750 લિટર જથ્થો પકડવામાં આવ્યો હતો ત્યાર બાદ સ્થાનિક પોલીસ જાગી છે અને પોતાની કામગીરી દર્શાવવા માટે એલસીબી તથા તાલુકા પોલીસ દ્વારા રંગપર વિસ્તારમાં બે જુદી જુદી દેશી દારૂની રેડ કરવામાં આવી છે.

મોરબી એલસીબીના સ્ટાફ દ્વારા રંગપર ગામની સીમમાં આવેલ સીસમ સીરામીકના પાછળના ભાગે રેડ કરવામાં આવી હતી ત્યારે ઇકો કાર વડે દેશી દારૂ ઠાલવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું અને ત્યાંથી 275 લીટર દારૂ જેની કિંમત 55 હજારનો જથ્થો કબજે કર્યો હતો. અને આરોપી તોફીક ગુલામહુસેન સુમરા (30) રહે. વીસીપરા મોરબી, સાગર જગદીશ પંડ્યા (21) રહે. રણછોડનગર મોરબી અને ઈરફાન વલીમામદ કટારીયા (22) રહે, વીસીપરા મોરબી વાળાઓને સ્થળ ઉપરથી પકડવામાં આવ્યા હતા અને તેઓની પૂછપરછ દરમિયાન અનવર ગુલામહુસેન સુમરા, યાસ્મીન સંજય અગેચાણીયા અને માલ આપી જનાર ઇકો કરના ચાલકનું નામ સામે આવ્યું છે જેથી 6 સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને બાકી રહેલા ત્રણને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરે છે

જયારે મોરબી તાલુકા પોલીસ દ્વારા પણ મોરબીના રંગપર ગામે આવેલ લાઇવ સિટી સિરામિક પાછળના ભાગે રેડ કરવામાં આવી હતી ત્યાંથી 550 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી હાલમાં 1.10 લાખની કિંમતના દારૂ સાથે આરોપી જૂસબ હબીબ જામ (38) રહે. ઉમા સ્કૂલ સામે વેજીટેબલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી છે અને માલ આપનાર તરીકે આરીફ કટિયા નું નામ સામે આવેલ છે જેથી કરીને બંને સામે ગુનો નોંધવામાં આવેલ છે અત્રે નોંધનીય છે કે મોરબીમાં હજારો કારખાના આવેલા છે અને તેમાં લાખો મજૂરો કામ કરી રહ્યા છે અને દેશના જુદા જુદા વિસ્તારોમાંથી તે આવે છે જેથી ઘણા નશો કરતાં હોય છે જેથી તેને માલ આપવા માટે દેશી દારૂના અનેક ધંધાર્થીઓ માલ વેચે છે પરંતુ સમયાંતરે મોરબીમાં પોલીસ તેનું કામ બતાવવા માટે દારૂની રેડ કરે છે જો કે, આ દૂષણ કાયમી છે. તેને કોઈ રોકી શકે તેમ નથી તે હક્કિત છે.






Latest News