મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ દ્વારા એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને રાશનકીટ-ધાબળા અને સ્વેટરોનું વિતરણ


SHARE

















કચ્છના સાંસદ દ્વારા એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને રાશનકીટ-ધાબળા અને સ્વેટરોનું વિતરણ

એચ.આઇ.વી. રોગ ગ્રસ્ત નાગરીકોમાં જાગૃતિ લાવવાના તથા બીમારી સાથે જે ગેર માન્યતાઓ દુર કરવા માટે કચ્છ NP + સંસ્થા કાર્યરત છે. તેમના દ્વારા કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી દરેક કચ્છ વાસીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરાવતા વિનોદભાઇ ચાવડા દ્વારા એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને રાશનકીટ, ધાબડા તથા સ્વેટરોનું વિતરણ કરવામાં આવેલ છે.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, સમાજમાં સાચી માહિતીનો પ્રચાર થાય, બીમારીમાં ઘટાડો કરવા કચ્છ NP પ્લસ ની ટીમ ખુબજ ઉમદા કાર્ય કરી રહી છે. એચ.આઇ.વી. બીમારી રોકવામાં મહત્વનું યોગદાન હુંફ આપવાની આપણી પણ ફરજ છે. આ બાબતે છેલ્લા દશેક વર્ષોથી હું પણ એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારોને મળી, તેમની સેવા અને જાગૃતતા લાવતી સંસ્થાઓના સંપર્ક કરી વ્યક્તિની, પરિવારની સમાજ અને તબીબો સાથે સંપર્ક કરી મદદરૂપ બનવા પ્રયત્નશીલ છું. આજે પણ આ કડકડતી ઠંડીમાં હુંફ માટે ૫૦ થી વધુ પરિવારોને ધાબડા અને સ્વેટરો તથા રાશનકીટ આપેલ છે. અને સમાજ પણ એચ.આઇ.વી. ગ્રસ્ત લોકો પ્રત્યે સમભાવ રાખી જાગૃતિ માટે કાર્યશીલ બને તેવી અપીલ કરી હતી.




Latest News