મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી-ગોપાલન અંગે શિબિર યોજાઇ


SHARE

















ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી-ગોપાલન અંગે શિબિર યોજાઇ

ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી અને ગોપાલન વિષય પર એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગામ હજુ ખરા અર્થમાં ખેડૂતોનું ગામ છે. ૫૦ % થી વધુ ગ્રામજનો ગોપાલન કરે છે. અને રાત્રે ઠંડીમાં પણ ૮૫ જેટલા બહેનો તથા ૫૦ થી વધુ ભાઇઓએ શિબિરમાં આવ્યા હતા અને આ તકે મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ તથા ગૌશાળા સંચાલક જીલેશભાઇ કાલરિયા, નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક સરડવા, ગોપાલન નિષ્ણાત તથા લેખક પ્રાણજીવન કાલરિયા, ગાયત્રી પરિવાર મોરબીના મણીભાઈ ગડારાએ ખેડૂતો તથા ગોપાલકોને ઉપયોગી માર્ગદર્શન આપેલ હતું અને પ્રાણજીવન કાલરિયાએ હાજર બહેનોને કીચનગાર્ડન માટે પાંચ પ્રકારના શાકભાજીના બીજનું કીટ આપી બહેનોને ઘરે ઝેર મુક્ત શાકભાજી તૈયાર કરી ખાવા માટે પ્રેરણા આપી હતી. અને પ્રાકૃતિક ખેતી અને ગૌમાતાને બચાવવા માટે ગામેગામ આવા આયોજનોની તાતી જરૂરિયાત છે. મોરબી જિલ્લામાં આવા આયોજન તથા વધુ માહિતી માટે પ્રાણજીવન કાલરિયા ના મોબાઈલ નંબર 9426232400 પર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News