મોરબીમાં દબાણો હટાવવા જરૂરી જ છે, પણ વ્હાલા-દવલાની નીતિ વગર કામ કરો: કાંતિલાલ બાવરવા
હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે દીકરાના નામના વાઉચર બનાવતા હોદા ઉપરથી ડીડીઓએ હટાવ્યા
SHARE
હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે દીકરાના નામના વાઉચર બનાવતા હોદા ઉપરથી ડીડીઓએ હટાવ્યા
હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે વિવિધ વિકાસ કામો કર્યા હતા અને ત્યાર બાદ તેના વાઉચર પોતાના દીકરા પાસેથી બનાવ્યા હતા અને તેના નામનું વાઉચરમાં હોવાથી ડીડીઓ દ્વારા સરપંચને હોદા ઉપરથી દૂર કરી દેવામાં આવેલ છે.
મોરબીના ડીડીઓ દ્વારા રણમલપુર ગામના સરપંચ મુનાભાઈ દેવાભાઈ રાઠોડે હોદા ઉપરથી દૂર કરી દેવામાં આવેલ છે કેમ કે, આ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા હતા અને સરપંચે બ્લડ રિલેશન ધરાવતા વ્યક્તિને કામ ન આપી શકે તેમ છતા પોતાના દીકરાના પ્રવીણભાઈને કામ આપીને તેના વાઉચર બનાવ્યા હતા. જેની ફરિયાદ ડીડીઓને કરવામાં આવી હતી જેથી સરપંચને હોદા ઉપરથી દૂર કરવામાં આવેલ છે. અને હાલમાં સરપંચનો ચાર્જ ઉપસરપંચ અરવિંદભાઈ વરમોરાને આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ ગામના સરપંચ જાગૃતિબેન હતા ત્યારે બજેટ મંજુર થયું ન હતું જેથી કરીને ડીડીઓ દ્વારા ત્યારે આખી બોડીને સસ્પેન્ડ કરવામાં આવી હતી