રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં દબાણો હટાવવા જરૂરી જ છે, પણ વ્હાલા-દવલાની નીતિ વગર કામ કરો: કાંતિલાલ બાવરવા


SHARE









મોરબીમાં દબાણો હટાવવા જરૂરી જ છે, પણ વ્હાલા-દવલાની નીતિ વગર કામ કરો: કાંતિલાલ બાવરવા

મોરબીમાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી છે તેવી જ કામગીરીની મોરબીની જરૂર છે જો કે, મોરબીમાં જે પણ કામગીરી થાય તે નાના મોટા કે  વ્હાલા દવલાની  નીતિથી પર  રહીને ખોટી રીતે દબાણ કરનાર કોઈ પણને ન છોડવાની માંગ ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી દ્વારા કરવામાં આવી છે.

ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ મહાનગર પાલિકા કમિશ્નર સ્વપ્નીલ ખરેને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે,મોરબીમાં દબાણ હટવું ખુબ જ જરૂરી છે. અને તે દિશામાં નિષ્પક્ષ અને નીડરતાથી  કામ કમિશ્નર દ્વારા કરવામાં આવશે તેવી આશા છે. અને દબાણ હટાવતા નાના રેકડીવાળા, પાથરણાવાળા કે રોજનું  રોજ પેટીયું રળતા હોય તેવા લોકો માટે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરી છે. અને શનાળા રોડે આવેલ સ્કાય મોલની સામે ફૂટપાથ  ઉપર તેમજ રોડ ઉપર વાહનો પાર્ક કરેલ હોય છે. જેના કારણે રસ્તે આવતા જતા  લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી આવા વાહન ચાલકોની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.




Latest News