મોરબી નજીક કારખાના પાસે ફોનમાં વાત કરતાં વ્યક્તિને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવારમાં
SHARE
મોરબી નજીક કારખાના પાસે ફોનમાં વાત કરતાં વ્યક્તિને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવારમાં
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના પાસે ફોન ઉપર વાત કરી રહેલા વ્યક્તિને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સન સિરામિક યુનિટની બહારના ભાગમાં ફોન ઉપર વાત કરતા સમયે કોઈ કારણોસર સચિન વિજયસિંહ યાદવ નામના વ્યક્તિને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો રાજુ (32) નામનો યુવાન વૈભવ હોટલ પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ બાઈક વાળાએ તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થઇ હોવાથી તેને સારવારમાં લાવ્યા હતા અને આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
ધ્રાંગધ્રાના જસમતપુર ગામના રહેવાસી મનજીભાઈ કરસનભાઈ કોળી નામના વ્યક્તિ બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં તેઓને ઈજા થઇ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસન જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.