મોરબીમાં થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ
SHARE









મોરબીમાં થયેલ મારામારીના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ
મોરબીમાં લાતી પ્લોટ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં એક પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાનમાં સામેના પક્ષેથી પણ વળતી ફરિયાદ કરવામાં આવેલી હોય હાલ પોલીસે બંને તરફથી ફરીયાદ લઈને આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૧૨ ના ખૂણા પાસે આવેલ ખ્વાજા પેલેસ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા થતાં ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.એક તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં સામેના પક્ષેથી આરીફ દાઉદભાઇ પરમાર (૫૫) રહે.મિલનપાર્ક સોસાયટી શેરી નંબર-૩ વાવડી રોડ વાળાએ વળતી ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેને મકબુલ મમુભાઈ સંધિ રહે.જુના બસ સ્ટેશન પાછળ મચ્છીપીઠ વિસ્તાર દરગાહ નજીક તથા એક અજાણ્યો ઈસમ એમ બે લોકો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓ તેમના ઘર પાસે હતા ત્યારે ત્યાં તેમના ઘર પાસે આવીને તેમના પુત્ર શાહરૂખને જુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ પાયક નામના ઈસમ સાથે અગાઉ બોલાચાલી ઝગડો થયો હતો તેનો રોષ રાખીને જુબેરના મિત્રો મકબુલ અને અજાણ્યો ઈસમ તેમના ઘરે આવ્યા હતા અને ત્યાં બોલાચાલી ઝઘડો કરી ગાળાગાળી કરવામાં આવી હતી અને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો.જે અંગે હાલ યુ.જે.ટાપરિયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
ખનીજ વિભાગની કામગીરી
મોરબી ખાણ ખનીજ વિભાગના મિતેશભાઈ ગોજીયા તથા દર્શિતભાઈ રાઠોડ સહિતની ટીમ દ્વારા છેલ્લા દિવસોમાં જુદા જુદા બે વિસ્તારોમાંથી ચાર વાહનો પકડવામાં આવ્યા હતા અને અનઅધિકૃત રીતે ખનીજ પરિવહન થતું હોય દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મોરબીના બંધુનગર ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યાંથી નીકળેલા વાહન નંબર જીજે ૧૩ એટી ૪૩૦૯ ના ચાલક રણછોડ જેઠાભાઇ બહુકિયા રહે.વાવડી, વાહન નંબર જીજે ૨૩એટી ૯૩૧૮ ચાલક મુકેશ ધનસિંહ ડાવર રહે.હાલ મોરબી મૂળ મધ્યપ્રદેશ અને વાહન નંબર જીજે ૧૩ એેકસ ૮૨૮૮ ના ચાલક મહેશ ગોવિંદ ચાવડા રહે.જાંબુડીયા પાસે તેમના વાહનમાં ભરવામાં આવેલ ખનીજ અંગેના આધાર પુરાવા તેમજ પરવાનાં માંગવામાં આવ્યા હતા. જે તેઓ પાસે ન હોય દંડ વસુલવાની કાર્યવાહી માટે આ ત્રણેય વાહનોને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા.તે રીતે જ તાલુકાના નાગડાવાસ ગામ પાસે રોડ ઉપરથી નીકળેલ વાહન નંબર જીજ્ ૧૩ બીડબલ્યુ ૮૩૬૧ ના ચાલક લખધીર રાજાભાઈ રબારી પાસે તેના વાહનમાં ભરેલ ખનીજના આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા જે તેની પાસે ન હોય દંડ વસુલવાની કાર્યવાહી માટે તે વાહનને પણ હાલ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.
