મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં ગંભીર મારામારીમાં તમામ આરોપીઓને કોર્ટે ગુનો પુરવાર ન થતા ૫ વર્ષના અંતે નીર્દોષ જાહેર કર્યા


SHARE













મોરબીમાં ગંભીર મારામારીમાં તમામ આરોપીઓને કોર્ટે ગુનો પુરવાર ન થતા ૫ વર્ષના અંતે નીર્દોષ જાહેર કર્યા

મોરબીમાં ગંભીર મારામારીમાં તમામ આરોપીઓને કોર્ટે ગુનો પુરવાર ન થતા ૫ વર્ષના અંતે નીર્દોષ જાહેર કર્યા છે.આ કામેની ફરીયાદ એ રીતે કે આ કામના આરોપીઓએ અગાઉના ઝઘડાનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને માથાના ભાગે તલવાર વડે ઈજા કરી આ કામના અન્ય આરોપીઓએ ફરીયાદીને તથા તેની પત્નીને ઢીકાપાટુનો મુંઢમાર મારી એકબીજાને ગુનામા મદદગારી કરી જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા મુજબનો ગુનો નોંધવામાં આવેલ.મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા ૨૦૧૯ માં ગુનો નોંધીને આ કામના આરોપી એવા શૈલેશભાઈ રવજીભાઈ ઉર્ફે નાથાભાઈ જાદવ, રવજીભાઈ ઉર્ફે નાથાભાઈ મંગાભાઈ જાદવ, ચંપાબેન રવજીભાઈ, વીજુબેન ઉર્ફે વર્ષાબેન શૈલેશભાઈ જાદવની ધરપકડ કરવામાં આવી હતી.તમામ આરોપીઓએ તેના વિરુધ્ધના આ કેસમાં બચાવ કરવા મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જે.ડી.સોલંકીને રોકેલા હતા.

આ કામે ફરીયાદપક્ષ દ્વારા ફરીયાદી, તથા અન્ય સાહેદોના પુરાવાઓથી ચોકકસ કયા હથીયાર દ્વારા તેઓને ઇજા કરવામાં આવેલ તે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય તથા ડોકટરના પુરાવામાં ઈજા પામનારને તલવારથી ઈજા કરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો આવેલ નથી.તથા તપાસ કરનાર અધીકારીની જુબાનીમાં પણ ચોકકસ કયા હથીયારથી ફરીયાદીને ઈજા કરવામાં આવેલ તે નકકી થયેલ ન હોય, ફરીયાદી તથા સાહેદોની જુબાનીમાં ઘણો વિરોધાભાષ રેકર્ડ ઉપર આવેલ છે.તમામ પુરાવાના અંતે આરોપી પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદ પક્ષેથી ફરીયાદથી વિરુધ્ધની અને વીપરીત હકીકત જણાવાયેલ છે. અને ઈજા પામનાર ફરીયાદીએ ડોકટરને ઘોકાથી ઈજા થયેલનું જણાવેલ અને ફરીયાદમાં તલવારથી ઈજા થયેલ તેમ જણાવેલ.અને ફરીયાદી તેની કોર્ટ રૂબરૂની જુબાનીમાં તેને જે તલવારથી ઈજા થયેલ તે તલવાર પણ ઓળખી શકેલ નથી.તપાસ કરનાર અધીકારીએ તલવાર કબ્જે કરેલ છે પરંતુ ધોકો કબ્જે કરવામાં આવેલ નથી.અન્ય સાહેદોના પુરાવાઓમા કોઈ સાહેદ ધોકાથી ઈજા થયાનુ જણાવે છે. તો કોઈ સાહેદ તલવારથી ઈજા થયેલનું જણાવે છે તો કોઈ સાહેદ ઈંટથી ઈજા થયેલનું જણાવેલ છે.જેથી હાલના કામે ઈજા કયા હથીયારથી થયેલ તે ફરીયાદ પક્ષ પુરવાર કરી શકેલ નથી.

આમ સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી તેમજ આરોપીઓએ આ શિક્ષાપાત્ર ગુનો કરેલ હોવાનું નિઃશંકપણે સાત્ત્યસભર, સબળ, વિશ્વસનીય, માનવા લાયક, આધારભૂત પુરાવાથી પુરવાર કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ ગયેલ હોય. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષની તમામ દલીલો માન્ય રાખીને નામદાર કોર્ટે ભયાનક શસ્ત્રથી કરેલ ઈજાનો ગુનો પુરવાર ન થતો હોય તમામ આરોપીને તા.૧૭-૧-૨૫ ના રોજ નીર્દોષ છોડી મુકવાનો હુકમ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કરેલ છે.આ કામે બચાવ પક્ષે યુવા વકીલ જીતેન્દ્ર ડી.સોલંકી, દેવકરણ એ.પરમાર, નરેશ પી.ડાભી, મયુર ડી.ઉભડીયા, દીપક એમ.મકવાણા, પીન્ટુ ડી.પરમાર, હીના એન.સાંઘાણી, આરતી એસ.અમૃતીયા, કીંજલ આર.જીવાણી, રોકાયેલા હતા.








Latest News