મોરબીમાં ગંભીર મારામારીમાં તમામ આરોપીઓને કોર્ટે ગુનો પુરવાર ન થતા ૫ વર્ષના અંતે નીર્દોષ જાહેર કર્યા
આગામી બજેટમાં મોરબીના સિરામિક તેમજ ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રોત્સાહક જોગવાઈઓ લાવો : કે.ડી.બાવરવા
SHARE
આગામી બજેટમાં મોરબીના સિરામિક તેમજ ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રોત્સાહક જોગવાઈઓ લાવો : કે.ડી.બાવરવા
મોરબીના કોંગી અગ્રણી અને રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતીલાલ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને આગામી બજેટમાં મોરબીના સીરામીક ઉદ્યોગ તથા ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રોત્સાહન મળી રહે તેવા પ્રકારની જોગવાઈઓ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.હાલના સંજોગોમાં જે પ્રકારે બજારમાં મંદિનો માહોલ છે.તેમાંથી ઉગરવા માટે અને છેવાડાના લોકોને રાહત મળે તે માટે મોરબીના ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવે અને તેને પ્રોત્સાહન મળે તેવી પ્રોત્સાહક યોજનાઓ બજેટમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
વધુમાં જણાવ્યા મુજબ ફેબ્રુઅરી માસમાં કેન્દ્ર સરકારનું તેમજ રાજ્ય સરકારનું બજેટ આવશે.તેમાં મોરબીના ઉધોગોને ધ્યાને લઇ સારી પ્રોત્સાહક સ્કીમો લાવવામાં આવે તે જરૂરી છે.કેમ કે મોરબી જીલ્લાની ઓળખ સમાન સિરામિક ઉદ્યોગ તેમજ ઘડિયાળ ઉદ્યોગ જે હાલમાં મંદીનો સામનો કરી રહેલ છે.તો તેને પ્રોત્સાહન મળે તે માટે અગામી બજેટમાં યોગ્ય જોગવાઈઓ કરવામાં આવે અને તે માટે મુખ્યમંત્રી દ્વારા કેન્દ્ર સરકારમાં પણ ભલામણ કરવામાં આવે અને રાજ્ય સરકારના બજેટમાં પણ યોગ્ય જોગવાઈ થાય તેવું કરવા માંગ કરવામાં આવેલ છે.ખાસ કરીને એક્ષ્પોર્ટ કરતા યુનિટોને સ્પેશિયલ વધારાના બેનીફીટ આપવામાં આવે તેવી લાગણી અને માંગણી કાન્તિલાલ ડી.બાવરવા દ્રારા વ્યક્ત કરવામાં આવેલ છે.