આગામી બજેટમાં મોરબીના સિરામિક તેમજ ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રોત્સાહક જોગવાઈઓ લાવો : કે.ડી.બાવરવા
મોરબીમાં બે જુદા જુદા બનાવોમાં બે યુવાનોના મોત,બંને બનાવોમાં જમીને સુતા બાદ ઉઠયા ન હોવાનું ખુલ્યુ
SHARE
મોરબીમાં બે જુદા જુદા બનાવોમાં બે યુવાનોના મોત,બંને બનાવોમાં જમીને સુતા બાદ ઉઠયા ન હોવાનું ખુલ્યુ
મોરબીના બે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં બે યુવાનોના જમીને સુતા બાદ નીંદ્રાધીન અવસ્થામાં જ મોત નિપજયા હોવાનું ખુલ્યું છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામે આવેલ કારખાનામાં રહીને મજુરીકામ કરતો મુળ ઓરીસ્સાનો દેવાંશીષ ગોવિંદભાઈ બઠીયા (ઉ.24) ગઈકાલે બપોરે કામ ઉપરથી છુટીને પોતાના લેબર કવાર્ટરમાં ગયો હતો અને જમીને સુતો હતો.
જોકે સમય થતા કામ ઉપર ન પહોંચતા તેને બોલાવા માટે ઓરડીએ જતા ત્યાં ઓરડીમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.પી. જાડેજાએ ડેડબોડીને સિવિલે પીએમ માટે ખસેડયો હતો. અને મોતનું કારણ જાણવા વિસેરા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જયારે માળીયા (મીં)ના મોટા દહીંસરા ગામની પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે રહેતો અને મુળ ઝારખંડનો કુલદિપ મહંતો (ઉ.આ.20) નામનો યુવાન ગત રાતના કામ પતાવીને પરત તેની ઓરડીએ ગયો હતો ત્યાં જમીને સુતો હતો અને બાદમાં આજે સવારે તે ઉઠયો ન હોય નીંદ્રાધીન હાલતમાં જ તેનું મોત નિપજયું હોવાનું સામે આવેલ છે.
બનાવને પગલે એ ડીવીઝન પોલીસ મથકના પી.બી. ઝાલાએ પ્રાથમીક તપાસ કરી આગળની તપાસ માટે માળીયા (મીં) પોલીસને જાણ કરી હતી. નોંધનીય છે કે બંને બનાવોમાં મૃતકોની ઉપર 25થી નીચે છે.