મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવવાની ટીપ આપનારની ધરપકડ


SHARE













ટંકારા તાલુકાનાં કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવવાની ટીપ આપનારની ધરપકડ

ટંકારા તાલુકાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી રોકડા રૂપિયા પડાવવામાં આવ્યા હતા જે ગુનામાં મહિલા સહિત પહેલા ચાર આરોપીને પકડ્યા હતા ત્યાર બાદ કારખાનેદારને ફસાવવા માટેની ટીપ આપનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

ટંકારા તાલુકાનાં હરીપર ગામે રહેતા અજિતભાઈ ભાગીયા નામના કારખાનેદારના મોબાઇલ ફોનમાં અજાણી મહિલાનો ફોન આવેલ હતો ત્યાર બાદમાં તે કારખાનેદારને દેવુબેન ઉર્ફે પુજાબેન નામની મહિલા તેમજ તેના પતિ સહિતનાઓ દ્વારા હનીટ્રેપમાં ફસાવવામાં આવેલ અને બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને કારખાનેદાર પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેથી કરીને કારખાનેદારે દિવ્યાબેન ઉર્ફે પુજા રમેશભાઈ જાદવ અને તેના પતિ રમેશભાઈ કાળુભાઈ જાદવ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે પહેલા મહિલા અને તેના પતિ સહિત કુલ ચાર આરોપીને પકડ્યા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ કાર સહિત કુલ મળીને 8.25 લાખનો મુદામાલ કબજે કર્યો હતો જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી રણછોડભાઇ ભીખાભાઇ રબારી રહે. સજનપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીએ કારખાનેદારના મોબાઇલ નંબર મહિલાને આપેલ હતા જેથી કરીને હનીટ્રેપ માટે ટીપ આપનાર આરોપીને પકડીને પોલીસે તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે. આ કામગીરી પીઆઇ કે.એમ.છાસીયા સહિતની ટીમે કરી હતી.








Latest News