મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ખાણના માલિક સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેર તાલુકામાં ખાણના માલિક સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના પાડધરા ગામથી આગળ ભેરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ખાણમાં કામ કરતાં મજૂરોના આઇડી પ્રૂફ લેવામાં આવેલ ન હતા જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હતો માટે ખાણના માલિક સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ જિલ્લા કલેકટર દ્વારા મોરબીના ઔદ્યોગિક વિસ્તાર તથા અન્ય જગ્યા ઉપર કામ કરતા શ્રમિકોના આધાર પુરાવા લેવા માટે થઈને અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તો પણ ઘણી વખત પોલીસને મજૂરોની જાણ કરવામાં આવતી નથી તેવામાં વાંકાનેર તાલુકાના પાડદરા ગામથી આગળના ભાગમાં ભેરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર પેટ્રોલ પંપની સામેના ભાગમાં બેલાની ખાણ આવેલ છે અને આ બેલાની ખાણની અંદર કામ કરતા યુપીના પરપ્રાંતીય મજૂરોના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી ન હતી જેથી કરીને બેલાની ખાણના માલિક ભરતભાઈ બાબુભાઈ ઓડેદરા (33) રહે.હાલ પાડધરા બેલાની ખાણે તાલુકો વાંકાનેર મુળ રહે. ખાપટ તાલુકો પોરબંદર વાળાની સામે કલેકટરના જાહેરનામા ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News