મોરબીમાં ઘરમાંથી દારૂની 48 બોટલ મળી, આરોપીની શોધખોળ
SHARE
મોરબીમાં ઘરમાંથી દારૂની 48 બોટલ મળી, આરોપીની શોધખોળ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની જુદી જુદી બ્રાન્ડની 48 બોટલો મળી આવી હતી જેથી કરીને 22,800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ગણેશનગર શેરી નં-5 માં રહેતા જાવેદ સંધવાણીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 48 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 22,800 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાવેદ જાનમામદભાઈ સંઘવાણી રહે. વાવડી રોડ ગણેશનગર શેરી ન-5 મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ આર.પી.રાણા ચલાવી રહ્યા છે