વાંકાનેર નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ઉપર જઈ રહેલ ચાર પૈકી બાપ-દીકરીનું મોત
મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો, ત્રણ ઘા ઝીકયા
SHARE
મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો, ત્રણ ઘા ઝીકયા
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે ઘૂટું તરફ જવાના રસ્તા ઉપર સામું જોવા બાબતે બોલાચાલી કરીને યુવાનને ગાળો આપી હતી અને બાદમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે યુવાનને માથામાં, ડાબા હાથમાં અને ડાબી આંખ પાસે છરી વડે ઇજા કરવામાં આવતા ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ત્રાજપર વિસ્તારમાં આવેલ માતાજીના મંદિર પાસે રહેતા રહેતા કિશન બેચરભાઈ પાટડીયા (25) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિક્રમ ઉર્ફે છનો ગોરધનભાઈ સેલાણીયા રહે. ત્રાજપર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ત્રાજપર ચોકડીથી ઘુટુ તરફ જવાના રસ્તા ઉપર આરોપીએ ફરિયાદી યુવાન સાથે સામું જોવા બાબતે બોલાચાલી કરી હતી ત્યારબાદ જેમ ફાવે તેમ ગાળો આપીને છરી વડે હુમલો કર્યો હતો અને ફરિયાદી યુવાનને માથામાં, ડાબા હાથના કાંડા ઉપર અને ડાબી આંખ પાસે ઇજા કરી હતી જેથી ઇજા પામેલ હાલતમાં યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને તેને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.