મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો, ત્રણ ઘા ઝીકયા
મોરબીના અણીયારી ટોલનાકા નજીક વાહન અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિનું મોત
SHARE
મોરબીના અણીયારી ટોલનાકા નજીક વાહન અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિનું મોત
મોરબી નજીક આવેલ અણીયારી ટોલનાકા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હતું જેથી કરીને એમ્બ્યુલન્સ મારફતે તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણિયારી ટોલનાકા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હતું જેથી તે મૃતકના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.પી.જાડેજા દ્વારા કરવામાં આવી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.