વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ
ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી: ગોડાઉન ભાડે રાખનાર સહિત બે સામે ફરિયાદ
SHARE
ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી: ગોડાઉન ભાડે રાખનાર સહિત બે સામે ફરિયાદ
ટંકારાના લજાઈ નજીક ભરડીયા રોડે આવેલ ગોડાઉનમાં દારૂની રેડ એસ.એમ.સી.ની ટીમે કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 180 પેટી મળી આવેલ હતી જેથી કરીને 11.81 લાખનો દારૂ કબજે કર્યો હતો અમે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોડાઉન ભાડે રાખનાર રાજસ્થાની શખ્સ અને માલ મોકલાવનાર આમ બે શખ્સોની સામે ગુનો નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
જાણવા મળતી માહિતિ મુજબ મોરબી જીલ્લામાં એક પછી એક સફળ રેડ એસએમસીની ટિમ કરી રહી છે જેથી કરીને સ્થાનિક પોલીસ અને એલસીબી તેમજ એસઓજીની કામગીરી એસએમે સવાલો ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં ગઇકાલે મોડી સાંજના સમયે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ભરડીયા રોડે આવેલ સંકલ્પ ગોડાઉનની સામેના ભાગમાં આવેલા ગોડાઉનમાં દારૂની રેડ એસ.એમ.સી.ના પીએસઆઈ એસ.આર.શર્મા અને તેની ટિમ દ્વારા કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 180 પેટી એટ્લે કે 2147 બોટલ કબજે કરી હતી અને 11,81,414 નો દારૂનો જથ્થો ગોડાઉનમાંથી મળી આવેલ હટો જેથી કરીને આ બનાવમાં હાલમાં ગોડાઉન ભાડે રાખનાર અને માલ મંગાવનાર રાજસ્થાનની કમલેશકુમાર હનુમાનરામ નામના શખ્સની સામે તેમજ આ દારૂનો જથ્થો મોકલનાર સામે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે