મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી
SHARE
મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી અનેક સેવાકીય કામ કરે છે ત્યારે હાલમાં નર્સિંગના પ્રથમ વર્ષ (GNM) માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની વ્હારે આ સંસ્થા આવેલ છે અને જરૂરતમંદ વિદ્યાર્થીનીની ફી ભરી આપીને કન્યા કેળવણીના હેતુને સાર્થક કર્યો છે અત્રે ઉલેખનીય છેકે, ફેક્ટરીમાં નોકરી કરતા પિતાની પુત્રીને ફી માટે આર્થિક મદદની જરૂરત છે. તેવું ધ્યાને આવેલ હતું જેથી કરીને આ સંસ્થાના બહેનોએ તે દીકરીની ફી ભરવા માટે આર્થિક સહયોગ આપેલ હતો અને નર્સિંગ (GNM) માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. ટ્વિકંલ કનુભાઈ ગોહિલની પ્રથમ સેમેસ્ટરની ફી 20 હજાર ભરી આપી છે