મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે ૭૬મો મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉમંગભેર ઉજવાયો, બંધારણમાં આપેલ અધિકારોની સાથે ફરજો બાબતે લોકોને સભાન થવા કલેક્ટરની ટકોર


SHARE













મોરબીના વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઈસ્કુલ ખાતે ૭૬ માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની અનેરા ઉત્સાહ સાથેની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

આ તકો લોકને સંબોધતી કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, “આજના પાવન દિવસે જ્યારે ભારતને સાર્વભૌમત્વ પ્રાપ્ત થયું હતું અને ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું તે દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. ત્યારે આજના રાષ્ટ્રીય મહાપર્વ નિમિત્તે સરહદ પર તેના વીર જવાનો તથા શહીદોને સત સત નમન કરું છું.” “આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનાર લડવૈયાઓ મહાત્મા ગાંધી, અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ ભિખાઈજી કામા અને શિક્ષણ વેદ ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીને યાદ કરી તેમને વંદન કરું છું. તો બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર સહિતના બંધારણના નિષ્ણાંત અને વિદ્વાને ઘડવૈયાઓને પણ આજે હું યાદ કરું છું.”

બંધારણની વાત કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે, “આપણા બંધારણમાં દરેક નાગરિકને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. ત્યારે બંધારણમાં અધિકારોની સાથે વિશેષ ફરજો પણ આપવામાં આવ્યું છે ત્યારે આપણે સૌ બંધારણની ફરજો વિશે સભાન બની ટ્રાફિક ના નિયમોનું પાલન કરીએ સ્વચ્છતા જાળવવી કોઈપણ વસ્તુ ખરીદતી વખતે બિલ લઈને વસ્તુ ખરીદીએ ભરવા પાત્ર તમામ ટેક્સ ભરીએ સહિતની ફરજોનું જરૂરથી પાલન કરીએ”. આ ઉજવણીમાં બી.આર. જાડેજાના નેતૃત્વમાં પુરૂષ પોલીસ પ્લાટુન, એન.બી. સરવૈયાના નેતૃત્વમાં પુરૂષ પોલીસ પ્લાટુન, એન. ડી. ડાંગરના નેતૃત્વમાં મહિલા પોલીસ પ્લાટુન, ડી.જી. પંડ્યાના નેતૃત્વમાં હોમ ગાર્ડ પ્લાટુનના પોલીસના જવાનોએ પરેડ યોજી ત્રિરંગાને સલામી આપી માર્ચ પાસ્ટ કર્યું હતું. પોલીસ જવાન ભરતભાઈ વાંક દ્વારા ડોગ શો રજૂ કરવામાં આવ્યો હતો.

આ તકે  રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાએ અનેક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને મહાનુભાવો, જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કે કર્મચારીઓનું કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તથા વાંકાનેરના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.






Latest News