મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના 34 ગામોમાં સ્થાનિક દાતાઓના સહકાર અને ડીડીઓના પ્રયાસથી આજથી લાઇબ્રેરી શરૂ


SHARE





મોરબી જિલ્લાના 34 ગામોમાં સ્થાનિક દાતાઓના સહકાર અને ડીડીઓના પ્રયાસથી આજથી લાઇબ્રેરી શરૂ

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ મળીને 34 જેટલા ગામની અંદર આજે પ્રજાસત્તાક પર્વના દિવસે સ્થાનિક દાતાઓના સહકાર અને ડીડીઓના પ્રયાસથી વિદ્યાર્થીઓ માટે તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનનો માટે લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના ડીડીઓ જે. એસ. પ્રજાપતિ (IAS)ની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ધોરણ 12 અને તેનાથી ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખાતાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિદ્યાર્થીઓ પોતાના જ ગામમાં કરી શકે અને વિવિધ ખાતાઓમાં અધિકારી અને કર્મચારી તરીકેની સિદ્ધિ હાંસલ કરે એવા શુભ આશયથી 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે મોરબી જિલ્લાના 34 ગામોમાં, જે તે પોતાના ગામના દાતાઓ દ્વારા યોગદાનનું આહવાન કરી સ્પર્ધાત્મક પરીક્ષાના આશરે 140 જેવા પુસ્તકોની લાઇબ્રેરી ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાના 12,  ટંકારા તાલુકાના 6, વાંકાનેર તાલુકાના 10 , માળિયા તાલુકાનું 1 ગામ અને હળવદ તાલુકાના 5 ગામોનો સમાવેશ થાય છે. આગામી સમયમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એ જ ગામના દાતાઓ દ્વારા યોગદાન આપી લાઇબ્રેરી શરૂ કરાવવામાં આવે તે સમયની માંગ છે 




Latest News