ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના લુંટાવદર અને જૂના ઘાંટીલા ગામે શાળામાં પ્રજાસત્તાક પર્વની વૈવિધ્યસભર ઉજવણી


SHARE













મોરબીના લુંટાવદર અને જૂના ઘાંટીલા ગામે શાળામાં પ્રજાસત્તાક પર્વની વૈવિધ્યસભર ઉજવણી

રાષ્ટ્રના ૭૬ મા પ્રજાસતાક દિવસની મોરબીના શ્રી લુંટાવદર પ્રાથમિક શાળા તેમજ માળીયાના જુના ઘાંટીલા દ્વારા નાવીન્યપૂર્ણ અને રાષ્ટ્રભક્તિના રંગો સાથે કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત ઘ્વજવંદનથી કરવામાં આવી હતી."દીકરીના પ્રણામ દેશને નામ" થીમ અંતર્ગત ગામની સૌથી વધુ અભ્યાસ કરેલ ,ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ દીકરીના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું.ભ્રૂણહત્યા અટકાવવા અને કન્યાકેળવાણીના ઉત્તેજન અર્થે છેલ્લા એક વર્ષમાં દીકરીને જન્મ આપનાર શક્તિસ્વરૂપા માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.ધ્વજવંદન અને માતૃવંદના બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી છલકતો અને મહેકતો ભવ્યાતિભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો.શાળા દ્વારા રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરી લશ્કરી સેવામાંથી નિવૃત થયેલ આર્મીમેન જીજ્ઞેશભાઈ મનસુખભાઈ બાવરવાનું શાળા પરિવાર દ્વારા શાળાના આચાર્ય રજનીકાંત પૈજાના હસ્તે શાલ ઓઢાડી,સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પિત કરી રાષ્ટ્રવંદના સભર અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું.આ ક્ષણ બાળકો માટે પ્રેરક અને કર્તવ્યભાવના ઉજાગર કરનારી બની રહી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા સીમાબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતુ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રજનીકાંત પૈજા, શિક્ષક પ્રિતેશભાઈ બાવરવા, ભરતભાઈ ડાંગર, કિરીટભાઈ સરડવા અને મનોજભાઈ ભટ્ટે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

તેમજ માળીયા તાલુકાના જૂના ઘાંટીલા ગામે ૭૬ મો પ્રજાસત્તાદિન શાળા પરિવાર તરફથી ધામધુમથી ઉજવવામાં આવ્યો હત.તેમા મુખ્ય મહેમાન તરીખે ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગામાના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા અને વિશેષ એમસીએમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક સિલ્વર મેડલ મેળવનાર જીંકલબેન અમૃતલાલ જાકાસણીયાના હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું તથા જીંકલબેનનું સરપંચ દ્વારા સિલ્ડ થતાં મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના વિધાર્થી દ્વારા વિવિધ કાર્યક્રર્મો કરવામાં આવ્યા હતા.






Latest News