મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળામાં નોંધાયેલા સભ્યો માટે જાની પરિવાર દ્વારા પ્રીતિ ભોજનનું આયોજન
SHARE









મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળામાં નોંધાયેલા સભ્યો માટે જાની પરિવાર દ્વારા પ્રીતિ ભોજનનું આયોજન
મોરબીમાં સ્વ.શ્રી દાદા ધનેશ્વર જાની પરિવાર દ્વારા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા ખાતે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે જ્ઞાતિજનોને સમયસર પાસ મેળવી લેવા માટે આયોજકોએ જાણ કરેલ છે.
મોરબીમાં રામઘાટ પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા ખાતે સમયાંતરે દાતાઓના સહકારથી પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે સ્વ. શ્રી દાદા ધનેશ્વર જાની પરિવાર દ્વારા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળાના નોંધાયેલ સભ્યો માટે સમૂહ પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 9/2/25 ને રવિવારે ભોજન સમારોહ યોજાશે ત્યાર પહેલા વ્યવસ્થાના ભાગ રૂપે નિઃશુલ્ક ભોજન પાસનું વિતરણ તા. 27/1 થી 6/2 સુધી કરવામાં આવશે જેથી કરીને તે પાસ મેળવી લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને આ પાસ સવારે 10થી 12 અને સાંજે 4થી 6 દરમ્યાન ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા વાંકાનેર દરવાજા ખાતેથી લેવાના રહેશે.
