મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલા પેકેજિંગના યુનિટો દર મહિને 6 દિવસ બંધ, 1 ફેબ્રુઆરીથી કોરુગેટેડ બોક્સના ભાવમાં 10 ટકાનો વધારો


SHARE

















મોરબીમાં આવેલા પેકેજિંગના યુનિટો દર મહિને 6 દિવસ બંધ, 1 ફેબ્રુઆરીથી કોરુગેટેડ બોક્સના ભાવમાં 10 ટકાનો વધારો

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો હાલમાં મંદીનો માર સહન કરી રહ્યા છે અને કેટલાક યુનિટો બંધ થયા છે તેવામાં જો પેકેજીંગ યુનિટની વાત કરીએ તો મોરબીની આસપાસના વિસ્તારમાં નાના-મોટા લગભગ 200 જેટલા પેકેજીંગના યુનિટ આવેલા છે તેમાંથી 47 જેટલા મોટા યુનિટ છે તેના સંચાલકોની તાજેતરમાં મિટિંગ મળી હતી અને તે મિટિંગમાં લેવાયેલ નિર્ણય મુજબ દર મહિને કુલ મળીને 6 દિવસ તેઓના યુનિટ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી 1 ફેબ્રુઆરીથી કોરુગેટેડ બોક્સના ભાવમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ તેમજ પેપરમીલ ઉદ્યોગ અને અન્ય નાના-મોટા ઉદ્યોગ આવેલ છે જોકે ઉદ્યોગકારો છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યા છે અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે મોટાભાગના યુનિટો ચાલી રહ્યા છે તેમજ સીરામીકના ઘણાખરા કારખાના બંધ થઈ ગયા છે અને કેટલા કારખાનાઓ મહિનાના મોટાભાગના દિવસો બંધ રાખવામાં આવતા હોય તેવું પણ સાંભળવા મળતું હોય છે તેવામાં સીરામીક પ્રોડક્ટના પેકિંગ ઉપયોગમાં લેવામાં આવતા કોરુગેટેડ બોક્ષ બનાવવા માટે તેને મોરબીની આસપાસના વિસ્તારમાં નાના-મોટા લગભગ 200 જેટલા કારખાના આવેલ છે પરંતુ સિરામિક કારખાનાઓ બંધ થવાના કારણે અને સમયાંતરે બંધ થવા હોવાના લીધે પેકેજીંગ યુનિટની પણ મુશ્કેલીઑ વધી ગયેલ છે. આટલું જ નહીં પરંતુ વેસ્ટ પેપરના ભાવમાં વધારો થયો હોવાના કારણે પેપર મીલમાંથી જે તૈયાર પેપર બોક્સ બનાવવા માટે લેવામાં આવે છે તેના ભાવમાં વધારો થયો છે આમ મોંઘવારી અને મંદિનો માર સહન કરીને ઉદ્યોગકારો માંડ માંડ પોતાના કારખાને ચલાવે છે પરંતુ હવે ના છૂટકે કારખાનાને મહિનામાં અમુક દિવસો માટે બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

મોરબીની આસપાસમાં જે કોરુગેટેડ બોક્ષ બનાવતા પેકેજીંગના નાના મોટા 200 જેટલા કારખાના આવેલા છે તેમાંથી 47 જેટલા મોટા કારખાના છે કે જેમાં એક દિવસના નાની મોટી સાઈઝના પાંચ લાખ જેટલા કોરુગેટેડ બોક્ષ બનાવવામાં આવે છે આ મોટા ઉત્પાદકોની તાજેતરમાં મોરબીમાં આવેલ ઉમા રિસોર્ટ ખાતે મીટીંગ મળી હતી અને આ મિટિંગમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર મહિનામાં પહેલા પવાડિયામાં ત્રણ અને બીજા પવાડિયામાં ત્રણ દિવસ આમ કુલ મળીને છ દિવસ પોતાના કારખાના બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો છે અને તેની સાથોસાથ આગામી 1 ફેબ્રુઆરીથી કોરુગેટેડ બોક્ષના વર્તમાન જે ભાવ છે તે ભાવની અંદર 10 ટકાનો વધારો કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે.

ખાસ કરીને મોરબીની આસપાસમાં આવેલા પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે થઈને આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજુભાઈ, પ્રકાશભાઈ, પિયુષભાઈ, ભાવેશભાઈ, હાર્દિકભાઈ વગેરે હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં લેવામાં આવેલા બંને નિર્ણયમાં તમામ ઉદ્યોગકારોએ સહમતી દર્શાવેલ છે. અને હાલમાં લેવામાં આવેલા બે નિર્ણયની સો ટકા અમલવારી કરવામાં આવે તો તેનાથી કારખાનાઓ ટકી રહેશે તેની સાથોસાથ શ્રમિકોને રોજગારી મળતી રહેશે તેવું આગેવાનો પાસેથી જાણવા મળેલ છે.




Latest News