મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ ટંકારાના લજાઈની આકસ્મિક મુલાકાત લીધી


SHARE













મોરબી જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ ટંકારાના લજાઈની આકસ્મિક મુલાકાત લીધી
 

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળા, આંગણવાડી, મધ્યાહન ભોજન કેન્દ્ર, ગ્રામ પંચાયત, વ્યાજબી ભાવની દુકાનની તપાસ કરી

મોરબી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર નાગરિકોના પ્રશ્નો માટે સતત ચિંતિત રહે છે. વિવિધ વિભાગના અધિકારીગણ દ્વારા ગામડાઓમાં જઈને લોકો સાથે રૂબરૂ મુલાકાતો લેતા હોય છે.ગ્રામસભામાં પણ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે અને ગામની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયાસો થતા રહે છે.
 
તાજેતરમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આકસ્મિક તપાસણી કરી હતી.તેઓએ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી સ્ટાફ બાબતે સમીક્ષા કરી અને હાજર રહેલ દર્દીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત કલેકટરએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિવિધ કામગીરીઓની તપાસણી કરી અને શાળા, આંગણવાડી, મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈ ત્યાંની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ ગ્રામ પંચાયત ઓફિસ, વ્યાજબી ભાવની દુકાનની મુલાકાત લેવામાં હતી અને ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. તેમજ તેમના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.

 






Latest News