મોરબીની સિવિલ ખાતે મહારાણી શ્રી નંદકુંવરબા જનાના હોસ્પિટલનું બોર્ડ લગાવાયું
મોરબીમાં સગા ભાઈઓના વારસદારોનો જમીનમાંથી હક અને નામ કમી કરાવનાર ભાઈ અને તલાટી સહિતનાઓની સામે એસપી સમક્ષ ફરીયાદ
SHARE
મોરબીમાં સગા ભાઈઓના વારસદારોનો જમીનમાંથી હક અને નામ કમી કરાવનાર ભાઈ અને તલાટી સહિતનાઓની સામે એસપી સમક્ષ ફરીયાદ
મોરબી તાલુકાના સનાળા ગામે આવેલ કરોડ રૂપિયાની કિંમતી જમીન વડીલોપીર્જીત ભાયુ ભાગની હતી તેમાં એક ભાઈએ તેની મેલી મુરાદ પૂરી કરવા માટે થઈને મૃત્યુ પામેલા બે ભાઈના કુલ મળીને 11 જેટલા વારસદારોના હક અને નામ જમીનમાંથી કમી કરાવી નાખ્યા છે અને તે કરવા માટે ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને મૃત્યુ પામેલા ભાઈઓના વારસદાર હોવા છતાં તે અપરણીત હતા તેવું સોગંદનામાં દર્શાવીને તે સોગંદનામાનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કૌભાંડ કરવામાં આવ્યુ છે જેમાં અધિકારી અને કર્મચારી તથા અન્ય લોકોની સંડોવણી હોય આ બાબતે મૃત્યુ પામેલા ભાઈના દીકરા દ્વારા મોરબીના એસપીને લેખિત અરજી ફરિયાદ કરીને આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે
મોરબીના રવાપર ઘુનડા રોડે આવેલ સભારાની વાડી ગાયત્રી સ્ટોન પાસે રહેતા મોરભાઈ રત્નાભાઈ પરમારએ હાલમાં મોરબી જીલ્લાના એસપીને દેવશીભાઈ ડાયાભાઈ પરમાર રહે. માધાપર શેરી નં. ૨૭, મોરબી, પરમાર જગદીશ એન., ખોડાભાઈ, જે.વી.પરમાર (દેવશીભાઈ પરમારનો અંગુઠો ઓળખાવનાર), રવાપરા ગ્રામ પંચાયતમાં તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ ફરજ પરના તલાટી-કમ-મંત્રી અને તપાસમાં ખુલે તે તમામ મદદગારો સામે કૌભાંડ અંગેની લેખિત રજુઆત કરીને બી.એન.એસ. ની કલમ ૩૧૬, ૩૩૪, ૩૩૬, ૩૩૮, ૩૪૦, ૫૪, ૬૧ મુજબ ફરીયાદ લઇને કાર્યવાહી કરવાની માંગ કરેલ છે. હાલમાં સ્વ. રત્નાભાઈ ડાયાભાઈના દિકરા મોરભાઈ રત્નાભાઈ પરમારએ રજુઆત કરેલ છે તેમા જણાવ્યુ છે કે, મોરબીના સકત સનાળા ગામના સરવે નં. ૨૦૮ પૈકી ૨ ની ખેતીની જમીન ખાતા નં. ૪૭ થી વાલજીભાઈ ડાયાભાઈ, રત્નાભાઈ ડાયાભાઈ, માવજીભાઈ ડાયાભાઈ, દેવશીભાઈ ડાયાભાઈ, નારણભાઈ ડાયાભાઈ, તથા ઘેલાભાઈ ડાયાભાઈ ના નામે રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલ છે. અને જો કે, તેમના પિતાના અવસાન બાદ તેમની આ જમીનના અન્ય આસામીઓએ સાથે મળીને ફરીયાદી સહીતના રત્નાભાઈ ડાયાભાઈના વારસો વાવી, ખેડી, ઉપજ અને નીપજ લઇ રહ્યા છે જો કે, રેવન્યુ રેકર્ડમાં ગામ નમુના નં. ૬ માં નોંધ નં.૮૪૭૫ થી તા.૦૬/૦૧/૨૦૨૫ ના રોજ જમીનમાંથી હક અને નામ કમી કરવાની કાચી નોંધ પાડવામાં આવી છે જેમા જમીનના માલિક રત્નાભાઈ ડાયાભાઈ તથા માવજીભાઈ ડાયાભાઈ ના નામ કમી કરવા અંગેની નોંધ પડી છે.
જેથી કરીને ફરીયાદી ઉપરાંત ગોરામભાઈ રત્નાભાઈ, મધુબેન રત્નાભાઈ, પાર્વતીબેન રત્નાભાઈ, દીવાળીબેન રત્નાભાઈ, નવધણભાઈ રત્નાભાઈ, રામજીભાઈ રત્નાભાઈ તથા માનુબેન રત્નાભાઈ વિગેરે વારસદારો હૈયાત હોય તેમ છતાં ફરીયાદીના પિતા અપરણીત અવશાન પામેલ છે તેવુ દર્શાવી આ નોંધ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરીને કૌભાંડ કરવામાં આવ્યુ છે વધુમાં અરજદારના કહેવા મુજબ બોગસ દસ્તાવેજોના આધારે રેવન્યુ રેકર્ડમાં કાચી નોંધ દાખલ કરાવવામાં આવેલ છે. અને આ કૌભાંડ માટે દેવશીભાઈ ડાયાભાઈ પરમારના દ્વારા તદન ખોટી વિગતો વાળી અરજી કરવામાં આવેલ છે જેમા તેને પોતાના બે સગાભાઇ રત્નાભાઈ ડાયાભાઈ પરમાર તથા માવજીભાઈ ડાયાભાઈ પરમાર અપરણીત તથા નિઃસંતાન અવશાન થયેલ હોવાનું દર્શાવીને કૌભાંડ કર્યુ છે આ કૌભાંડમાં દેવશીભાઇના અંગુઠાનું નીશાન ઓળખાવનાર તરીકે જે.વી.પરમાર નામના શખ્સે સહી કરેલ છે અને દેવશીભાઇએ અરજી સાથે તા.૨૪/૦૯/૨૦૨૪ ના રોજનું " ખેતીની જમીનમાંથી નામ કમી કરવા અંગેનું સોગંદનામું'' સામેલ કર્યુ હતુ જે સોગંદનામું જોવામાં આવે તો પણ તેઓના દ્વારા માવજીભાઈ ડાયાભાઈ તથા રત્નાભાઈ ડાયાભાઈ અપરણીત તથા નિસંતાન અવશાન પામેલ હોવાનું દર્શાવવામાં આવેલ છે.
આ કૌભાંડ માટે જે સોગંદનામુ ઉપયોગમાં લેવામાં આવેલ છે તે સોગંદનામું નોટરી વીરેન્દ્ર જે. મહેતા સમક્ષ તા. ૨૪/૦૯/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ છે. અને અરજી સાથે તા. ૩૦/૧૨/૨૦૨૪ ના રોજનું તલાટી ક્રમ મંત્રી રવાપરા ગ્રામ પંચાયતનું સ્વ. રત્નાભાઈ ડાયાભાઈ પરમારનું પેઢીનામું રજુ કરવામાં આવેલ છે અને તેમાં પણ તેઓને અપરણીત અવશાન અને કુલ વારસદારોમાં છેકછાક કરેલ છે. તેજ રીતે તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજનું તલાટી ક્રમ મંત્રી રવાપરા ગ્રામ પંચાયતનું સ્વ. માવજીભાઈ ડાયાભાઈ પરમારનું પેઢીનામું રજુ કરવામાં આવેલ છે અને તેમાં પણ તેઓને અપરણીત અવશાન અને કુલ વારસદારો માં છેકછાક કરેલ છે. આમ દેવશીભાઈ ડાયાભાઈ દ્વારા કરવામાં આવેલ અરજીમાં પેઢીનામામાં પંચ તરીકે પરમાર જગદીશ અને ખોડાભાઈ દર્શાવવામાં આવેલ છે. આમ બોગસ અને ખોટી હકીકતો વાળી અરજી અને તે ખોટા સોગંદનામા અને પેઢીનામા આધારે કૌભાંડ કર્યુ છે અને રેવન્યુ રેકર્ડમાં કાચી નોંધ પણ દાખલ કરવામાં આવેલ છે.આ કૌભાંડ કરીને ફરીયાદી તેમજ સ્વ.રત્નનાભાઈ ડાયાભાઈ અને માવજીભાઇ ડાયાભાઇના વારસદારોની જમીન પચાવી પડવામાં આવેલ છે જેથી આ તમામ ભુમાફીયાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફરીયાદી સહીતના સ્વ.રત્નાભાઈ ડાયાભાઈના વારસદારોની શનાળા ગામ ઉપરાંત મોરબી તાલુકાના અમરેલી ગામે સ.નં. ૮૧ પૈ ૧ કે જે ખાતા નં. ૭૯ થી જમીન આવેલ છે તેમાં ગામ નમુના નં. ૬ ની નોંધ નં. ૫૪૩૨, તા.૦૭/૦૨/૨૦૨૨ થી રત્નભાઈ ડાયાભાઈ ની વારસાઈ થયેલ છે અને તેમાં ફરીયાદી સહીતના તેઓના વારસોના નામો દાખલ છે જેનાથી દેવશીભાઇ સહિતના વાકેફ હોવા છતાં તેઓના દ્વારા તદન ખોટા દસ્તાવેજ ઉભા કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરેલ છે જેથી તેઓની ધરપકડ કરીને આકરી કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે. અને ફરીયાદી મોરભાઇ રત્નાભાઇ તેમજ તેમના ભાઇઓ ગંગારામભાઈ રત્નાભાઈ તથા રામજીભાઈ રત્નાભાઈને ન્યાય આપાવવા માટે એસપી સમક્ષ આ કૌભાંડની લેખિત ફરીયાદ કરેલ છે.