મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની યદુનંદન ગૌશાળાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર અજાણ્યા મોબાઇલ-યુપીઆઇ ધારકો સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીની યદુનંદન ગૌશાળાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર અજાણ્યા મોબાઇલ-યુપીઆઇ ધારકો સામે ગુનો નોંધાયો

વર્તમાન સમયમાં વિઝાબાદ ચક્ષો દ્વારા એમ કેમ પ્રકારે ઓનલાઇન ફ્રોડ કરવામાં આવતા હોય છે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કારખાનેદાર વિગેરેના બોગસ આઈડી બનાવીને લોકો પાસે પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત ગૌશાળા ના નામે facebook માં ઈનામી ડ્રો ની જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં યદુનંદન ગૌશાળા ના કર્મચારીની ફરિયાદ લઈને પાંચ મોબાઇલ તથા સાત યુપીઆઈ ના ધારકો સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


જાણવા મળતી હોય તો મને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા ખાતે રહેતા વિમલભાઈ જયસુખભાઈ ત્રિવેદી (40) એ હાલમાં એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે મો.નં. 7240674394, યુ.પી.આઇ આઇ.ડી સોનુ નામ 7240674394@mbk, 7096048245 દસરથજી ઠાકોર,  મો.નં. 8926163811, 7470861713, 8338921438, 7327848372,  યુપી આઇ 7240674394@mbk, યુપી આઇ 9827751167@mbk, યુપી આઇ 9672406418@tbl, યુ.પી.આઇ 9694105186@mbk, યુપીઆઇ 8926163811@tbl ના ધારક તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોબાઈલ ધારકો તથા યુપીઆઇના ધારકો દ્વારા ગૌશાળા સમિતિ બમ્પર ડ્રોની જાહેરાત કરતુ પેજ અલગ અલગ ફેસબુકમાં અપલોડ કરીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હતી અને યુપીઆઈ મારફતે 9,295 ફરીયાદી તથા સાહેદો પાસેથી મેળવી ઠગાઈ કરી ફરિયાદી તથા સાહેદોને તેઓના નામની ખોટી પહોંચ વ્હોટસએપ માં મોકલાવી હતી અને ખોટા રેકોર્ડનો ખરા તરીકે ઇલેક્ટ્રીક રેકોર્ડનો ઉપયોગ કર્યો હતો આમ ફરિયાદી તથા સાહેદોને ઇનામી ડ્રોની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને યદુનંદન ગૌશાળા સમિતિની પ્રતિષ્ઠાને નુકસાન થયેલ છે માટે હાલમાં નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આઈ.ટી. તથા બીએનએસની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનાની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલ ચલાવી રહ્યા છે.
નાગડાવાસ નજીક અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા
મોરબી તાલુકાના જૂના નાગડાવા કૃષ્ણ મંદિરની બાજુમાં રહેતા મેરામભાઇ ભાનુભાઈ કુવાડીયા (31)એ ટ્રક નંબર જીજે 12 બીએફ 4858 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ નાગડાવાસ ગામના પાટીયા થી રામપર પાટીયા વચ્ચે પેટ્રોલ પંપ સામેથી ડબલ સવારી બાઈકમાં પોતાની સાથે રમેશભાઈ મેણંદભાઈ ચાવડા ને બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને રોડના ડિવાઈડર ઉપર ટ્રક ચડાવી દીધો હતો અને કાયદેસરની લાઈનમાં ફરિયાદી યુવાન તેનું બાઇક લઈને આવી રહ્યો હોય તેને હડફેટે લેતા ફરિયાદી તથા તેની સાથે બેઠેલા રમેશભાઈને ઇજા થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News