ટંકારાના જુદાજુદા પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ માસથી ફરાર આરોપી ઝડપાયો
મોરબીના ઉમિયા સર્કલ પાસે ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત
SHARE









મોરબીના ઉમિયા સર્કલ પાસે ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત
મોરબીના ઉમિયા સર્કલ પાસે નવા બની રહેલા બાંધકામના ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે બહુમાળીનું બાંધકામ કરવામાં આવ્યું છે જેના ત્રીજા માળે ફેબ્રિકેશનનું કામ કરનાર નટવરભાઈ મનજીભાઈ કૈલા (ઉંમર ૫૨) રહે. રવાપર ગામ વાળા કામગીરી દરમિયાન બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને કલ્પેશભાઈ ગોવિંદભાઈ હીરાણી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
