માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના જુદાજુદા પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ માસથી ફરાર આરોપી ઝડપાયો


SHARE









ટંકારાના જુદાજુદા પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ માસથી ફરાર આરોપી ઝડપાયો

ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબીથી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટિમ પકડી પડેલ છે અને આરોપીને હાલમાં ટંકારા પોલીસને હવાલે કરવામાં આવેલ છે

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને ખાનગીરાહે હકીકત મળેલ કે, ટંકારા તાલુકાનાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતો ફરતો આરોપી સુનીલ કીશનભાઇ દેવીપુજક રહે. રાજકોટ વાળો મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ છે જેથી પોલીસે નવા બસ સ્ટેન્ડ ખાતે તપાસ કરતા આરોપી સુનીલભાઇ કિશનભાઇ સોલંકી જાતે દેવીપુજક (ઉ.૨૫) રહે. રાજકોટ યુનારાવાડ શેરી નં -૦૧ નદીના કાંઠે, રાજકોટ વાળાની ધરપકડ કરી હતો અને હાલમાં આરોપીને ટંકારા પોલીસને હવાલે કરવામાં આવેલ છે




Latest News