મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે માળીયા-સુરજબારી 8 લાઈન અને શિકારપુરથી મેવાસા 6 લાઈન રોડ 2100 કરોડની મંજુરી: સાંસદ વિનોદ ચાવડા મોરબીમાં રાષ્ટ્રીય સનાતન સેના અને હિન્દુ યુવા વાહિની દ્વારા ગેરકાયદે કતલખાનાનો કરાયો ખુલ્લો વિરોધ મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક આગળ જતા ટ્રક ચાલકે બ્રેક મારતા પાછળ ટ્રક અથડાયો, ડ્રાઇવરના બંને પગ ભાંગી ગયા


SHARE







માળીયા (મી) નજીક આગળ જતા ટ્રક ચાલકે બ્રેક મારતા પાછળ ટ્રક અથડાયો, ડ્રાઇવરના બંને પગ ભાંગી ગયા

માળીયા- કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર સુરજબારી પુલ પહેલા દેવ સોલ્ટ પાસેથી ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની આગળના ભાગમાં જઈ રહેલા ટ્રક ચાલકે અચાનક પોતાના વાહનને બ્રેક કરી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ટ્રકના ડ્રાઇવરના બંને પગ ભાંગી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે પેરમ્બુલર જિલ્લાના રહેવાસી જયપ્રકાશભાઈ જગન્નાથ પડચાચી (27) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 બીવી 6203 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે માળિયા કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર સૂરજબારી પુલ પહેલા દેવ સોલ્ટ પાસેથી તે તેનો ટ્રક નંબર ટીએન 52 એમ 2527 લઈને ડ્રાઇવર વર્તરાજ સાથે તમિલનાડુ થી ભુજ ખાતે બ્રેડ વાયર ભરીને ખાલી કરવા માટે થઈને જતા હતા ત્યારે આગળના ભાગમાં જઈ રહેલા ટ્રક ચાલકે પોતાના ટ્રકને અચાનક જ બ્રેક કરી હતી જેથી કરીને પાછળ આવી રહેલ ફરિયાદીનો ટ્રક તેમાં અથડાયો હતો અને અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં વર્તરાજના બંને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર જાતે હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કલેક્ટરના જાહેરનામાનો ભંગ
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં તિરુપતિ પ્લાસ્ટિક નામના ગોડાઉનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે એમપી તથા ઓડિશાના શ્રમિકોને કામે રાખવામાં આવ્યા હતા જોકે તેની માહિતી કે આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને પોલીસને જાણ કરવામાં આવી ન હતી જેથી કરીને કલેકટરના જાહેરનામનો ભાંગ થતો હોવાથી હાલમાં ગોડાઉન ભાડેથી રાખનાર અજયભાઈ અનંતભાઈ ગોસ્વામી (52) રહે સિરામિક સીટી શક્તિ ચેમ્બર પાછળ મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે..






Latest News