મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનામાંથી પલેટ પેકિંગની પટ્ટીના રોલની ચોરી, બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીના બેલા પાસે કારખાનામાંથી પલેટ પેકિંગની પટ્ટીના રોલની ચોરી, બે શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સીરમિક કારખાનામાંથી પલેટ પેકિંગની પટ્ટીનો રોલ ચોરી કરતાં શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેથી કરીને હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા આ બનાવ સંદર્ભે બે શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા સાવનકુમાર નવનીતભાઈ ચાડમીયા (26) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણભાઈ ડાયાભાઈ ભોયા તથા એક અજાણ્યો શખ્સ આમ બે શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના જુદા જુદા કારખાનામાં તેના પલેટ પેકિંગના કોન્ટ્રાક્ટ ચાલે છે અને ત્યાં મજૂરોને કામે રાખીને કામ કરવામાં આવતું હોય છે દરમિયાન મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એડમીન વિટ્રીફાઈડ નામના કારખાનાના શેડમાં લોડીંગ પોઇન્ટ પાસેથી આરોપી પ્રવીણભાઇ ભોયા તથા એક અજાણ્યો શખ્સ બાઈક લઈને આવે છે અને ત્યાંથી પ્લેટ પેકિંગ નો પટ્ટીનો રોલ જેની કિંમત 4,000 થાય છે તેની ચોરી કરીને લઈ જાય છે તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેથી કરીને હાલમાં ચોરીના આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
ચાર બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ
મોરબી તાલુકાના ભડીયાદ ગામ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 2450 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી વિશાલ રમણીકભાઈ ઉર્ફે રમેશભાઈ સોલંકી (25) રહે હરબટીયારી તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ દારૂનો જથ્થો સાગર કિશનભાઇ ઉર્ફે કિશોરભાઈ પરમાર રહે. રફાળેશ્વર પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બંને શખ્સો સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.




Latest News