મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રેલવેની આગામી ભરતી માટે નિઃશુલ્ક ઓનલાઇન અરજી કેન્દ્રો શરૂ કરાયા


SHARE







મોરબી જિલ્લામાં રેલવેની આગામી ભરતી માટે નિઃશુલ્ક ઓનલાઇન અરજી કેન્દ્રો શરૂ કરાયા   

રોજગારવાંછુ ઉમેદવારો તેમના નજીકના સેન્ટર પરથી તમામ જાણકારી મેળવી શકશે

તાજેતરમાં ભારત સરકારના માર્ગદર્શન અનુસાર રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Centralized Employment Notification (CEN) No.08/2024 થી Group – “D” (Level-1) ની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.ઉક્ત જાહેરાતમાં ૩૨,૪૩૮ જેટલી અલગ-અલગ ટેકનિકલ પોસ્ટ માટે ઓનલાઇન અરજી યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો કરી શકશે.આ ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૨૨/૨/૨૫ સુધી રહેશે.જેને ધ્યાનમાં રાખતા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અનુસાર મોરબી જિલ્લામાં યોગ્ય પાત્રતા ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારોને મહત્તમ રોજગારી મળે અને તેઓ સરકારી સેવામાં જોડાય તેવા શુભ આશયથી મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા મહત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોરબી જિલ્લામાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકે તે માટે કુલ ૩૫ કેન્દ્રો વિવિધ સ્થળોએ શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં તાલુકા કક્ષાએ મોરબી, માળીયા, ટંકારા, હળવદ અને વાંકાનેર તાલુકા પંચાયત કચેરી- આ ૫ કેન્દ્રો ખાતે આગામી તારીખ ૩૧/૧/૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી અરજી કરી શકશે.તેમજ ગ્રામ્ય કક્ષાએ નેકનામ, નેસડા ખાનપર, લજાઈ, સાવડી, ખાખરેચી, વવાણીયા, સરવડ, આમરણ, ખરેડા, ખાખરાળા, ઘૂંટુ, બગથળા, ભરતનગર, રંગપર, રાજપર, લાલપર, કોઠી, ઢૂવા, તીથવા, દલડી, પાડધરા, પીપળીયા રાજ, મેસરીયા, સિંધાવદર, જૂના દેવળીયા, ટીકર રણ, મયુરનગર, માથક, રણમલપુર, સાપકડા- આ ૩૦ ગામો ખાતે આગામી તા.ર૧/૨/૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી ગ્રામ પંચાયત કચેરી પર ઉમેદવારો નિ:શુલ્ક ઓનલાઇન અરજી કરી શકશે.આ નિઃશુલ્ક અરજી કેન્દ્રોની વિગતવાર યાદી અત્રે જણાવ્યા મુજબની રહેશે. મોરબી જિલ્લાના રોજગારવાંછુ ઉમેદવારોને આ સેવાનો મહત્તમ લાભ મેળવવા માટે જિલ્લા પંચાયત મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે






Latest News