વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો
મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન
SHARE
મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન
મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન કરેલ છે જેમાં આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આપવાના હોય તે વિદ્યાર્થી આવી શકે છે તેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે.
આગામી બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને ડર હોય કે બોર્ડ પરીક્ષા કેવી હોય છે જેથી કરીને આગામી દિવસોમાં ધો. 10 બોર્ડની પરીક્ષા આપવાના હોય તે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે બેઠક વ્યવસ્થા કેવી રીતે હોય, રસીદ, ઉતરવહી, બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર પુરવણી વગેરે જે કોઈ પણ પ્રશ્ન વિદ્યાર્થીના મનમાં હોય કે પછી સમસ્યાઓ ઊભી થતી હોય તો તેનું તેને સમાધાન મળે તેના માટે ગીતાંજલી વિદ્યાલય ખાતે બોર્ડની પ્રિ-પરીક્ષાનુ આયોજન કરેલ છે. આ પરીક્ષા આગામી તા 9 ને રવિવારે સવારે 8:30 થી 12:00 સુધીમાં ગીતાંજલી વિદ્યાલય ખાતે યોજાશે જેમાં ભાગ લેવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓએ https://surveyheart.com/form/67971e56cf247a4fda2940c6 આ લિન્ક ટચ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું છે તેવું આયોજકોએ જણાવ્યુ છે.