મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત


SHARE













મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકા નજીક કચ્છ હાઇવે ઉપર સુરજબારી પુલ ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસે ગઈકાલે સાંજે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સવાર યુવાનને કોઇ વાહનના ચાલકે હડફેટે લેતા માથાના ભાગે થયેલ ગંભીર ઇજાના પગલે યુવાનનું ઘટના સ્થળે મોત થતાં ડેડબોડીને મોરબી લાવવામાં આવ્યું હતું. જેના પગલે હાલ પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા મીંયાણા-કચ્છ હાઇવે ઉપર સૂરજબારીની ફોરેસ્ટ ચેકપોસ્ટની બાજુમાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સવારને કોઇ વાહનના ચાલકે ઝપટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા બાઇક સવાર આવેશભાઇ મહમદભાઈ પરિટ (રહે સુરજબારી કચ્છ) નામના ૧૯ વર્ષીય યુવાનનું મોત થયુ હતું.જેથી મૃતકના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.બનાવને પગલે હાલ એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક તપાસ કરી હતી અને વધુ તપાસ માટે સૂરજબારી પોલીસને જાણ કરી હતી.

વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના જાજાસર ગામના વતની બાબુભાઈ વિરમભાઈ ઘોડાસરા નામના ૫૦ વર્ષીય વૃદ્ધને ગત તા.૧૬-૧ રોજ ટીબીની બીમારી સબબ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને તેઓના કોઈ વાલીવારસ ન હોય પોલીસને જાણ કરવામાં આવી હતી.દરમ્યાનમાં ગઈકાલે ૪-૨ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં સારવારમાં રહેલા બાબુભાઈ વિરમભાઈ ઘોડાસરા નામના વૃદ્ધનું મોત નિપજયુ હતું.હોસ્પિટલ તરફથી બનાવની જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદના રહેવાસી વિપુલભાઈ જેસીંગભાઇ ભોજવીયા નામનો ૨૭ વર્ષનો યુવાન બાઇક લઈને માટેલથી વીરપર બાજુ જતો હતો.ત્યારે રસ્તામાં તેના બાઇકની આડે અચાનક કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં જમણા હાથે ઇજા થતા મોરબી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો.બનાવને પગલે સ્ટાફના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તે રીતે જ હળવદના અમરાપર ગામે આવેલ પ્રકાશનગર વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ડાયાભાઈ ચાવડા નામના ૪૫ વર્ષના યુવાનને તા.૨ ના રોજ બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

ઈલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં

મોરબી તાલુકાના ફડસર ગામે રહેતો લાલાભાઇ હીરાભાઈ સવશેટા નામનો ૨૧ વર્ષનો યુવાન ગઈકાલે સાંજે છ વાગ્યે મોરબી લાતી પ્લોટમાં એન્જલ વુડ નામના કારખાનામાં કામ કરતો હતો.ત્યારે મશીનમાં કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જેથી તેને અર્ધ બેભાન હાલતમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ તરફથી પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.

 








Latest News