મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ અજંતા કલોક નજીક કોલોનીના ક્વોટરમાં રહેતા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ગંભીરપણે ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ હાઇવે ઉપર અજંતા પાસે આવેલ કોલોનીના ક્વાર્ટરમાં રહેતો નીતિનભાઇ રમણભાઈ રાઠોડ નામનો ૨૫ વર્ષનો યુવાન મોરબી-રાજકોટ હાઇવે ઉપર અજંતા ક્લોક નજીક હતો.ત્યાં કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લીધો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હોય ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અત્રે પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ નિતિનભાઇની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો છે. બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ઉજવલદાન ટાપરિયા દ્વારા નોંધ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહન ચાલકને પકડવા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં
મોરબીમાં આવેલ ગાયત્રી સોસાયટી રહેતા મેહુલભાઈ શાંતિલાલ ઔરીયા (30) નામનો યુવાન લીલાપર કેનાલ રોડ ઉપર ક્લાસિક પાર્ટી પ્લોટથી ઘરે જતા હતા ત્યારે ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતના બનાવવામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા
મોરબીના લીલાપર ગામે રહેતા ભગવાનજીભાઈ બાબુભાઈ સાવરીયા (30) નામના યુવાનને લીલાપર રોડે આવેલ ગુરુકૃપા કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ
હળવદના ચરાડવા ગામ પાસે આવેલ કેટી મિલ નજીક રહેતા ઈમરાનભાઈ અબ્દુલભાઈ ભટ્ટી (19) અને  અલ્લારખા હનીફભાઈ ભટ્ટી (19) નામના બે યુવાનો બાઇક લઈને જતા હતા ત્યારે નીચીમાંડલ ગામ પાસે પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બંને યુવાનોને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી








Latest News