મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી
મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા
SHARE









મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા
મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવેલ દેવ સોલ્ટ આવેલ છે તેના ગ્રુપ ઉપર આજે વહેલી સવારથી આઇટી વિભાગની ટીમો ત્રાટકી છે અને માળીયા નજીક આવેલ દેવ સોલ્ટ ફેકટરી તેમજ જામનગર અને અમદાવાદ સહિતની ઓફિસો ઉપર આજે સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે
હાલમાં મળી રહેલ માહિતી મુજબ મોરબી જીલ્લામાં માળીયા મિયાણાં તાલુકામાં મીઠાનું ઉત્પાદન કરતાં મૂળ જામનગર અને અમદાવાદમાં ઓફિસ ધારવતા દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આજે સવારથી આઇટી વિભાગની ટીમે રેડ કરી છે અને જુદીજુદી 25 ટીમો બનાવિને આજે સવારથી 100 જેટલા આઇટી વિભાગના અધિકારી અને કર્મચારી દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે હાલમાં આઇટીની ટીમો માળીયા મિયાણાના હરિપર નજીક આવેલ દેવ સોલ્ટ મીઠાની ફેકટરીમાં તેમજ જામનગર અને અમદાવાદમાં આવેલ ઓફિસોએ તપાસ કરી રહી છે
