મોરબી મહાપાલિકા દ્વારા ડે.એન.યુ.એલ.એમ. ટીમ સાથે આશ્રય ગૃહ માટે નાઈટ ડ્રાઇવ યોજવામાં આવી
મોરબીના ખાખરાળા ગામે એનએસએસની સાપ્તાહિક શિબિરનું આયોજન
SHARE







મોરબીના ખાખરાળા ગામે એનએસએસની સાપ્તાહિક શિબિરનું આયોજન
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ એકમ દ્વારા ખાખરાળા ગામે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાખરાળા ગામે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઇ હતી. ત્યારે બાદ ઉદ્ઘાટન સમારોહમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા, જી.જે. શેઠ કોમર્સ કોલેજના આચાર્ય ગરમોરાભાઈ, એમ.એમ. સાયન્સ કોલેજના આચાર્ય માંડવીયાભાઈ, એનસીસી ઓફિસર ચૌધરીભાઈ, ખાખરાળા ગામના સરપંચ નાગદાનભાઈ, ખાખરાળા પ્રાથમિક તાલુકા શાળાના શિક્ષક જોશીભાઈ સહિતના હાજર રહ્યા હતા. એનએસએસની સ્વયંસેવિકા બહેનોએ પ્રાર્થના અને લક્ષ્યગીત રજૂ કર્યું હતું તેમજ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ પ્રાસંગિક વક્તવ્ય કર્યું હતું આ સમારોહમાં મહાનુભાવોએ પ્રેરક પ્રવચનો આપ્યા હતા અને સ્વયંસેવક અજય ધોરીયાનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને નિખિલ કુંભરવાડીયાએ પોતાના અનુભવો રજૂ કરેલ કર્યા હતા તો અસ્મિતા સોનગરાએ એકપાત્રીય અભિનય પ્રસ્તુત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રા ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.
