કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સોશ્યલ મીડિયામાં મુકેલ રિલ્સ ઉપર કોમેન્ટ કરનાર યુવાનને મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં સોશ્યલ મીડિયામાં મુકેલ રિલ્સ ઉપર કોમેન્ટ કરનાર યુવાનને મારી નાખવાની ધમકી

મોરબીમાં સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ રિલ્સ ઉપર કરવામાં આવેલ કોમેન્ટ બાબતે સારું ન લાગતાં યુવાન અને તેના કૌટુંબિક ભાઈઓના મા-બહેનના ચરિત્ર ઉપર જેમ ફાવે તેમ ગાળો લખી કોમેન્ટ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફોન કરીને કોમેન્ટ ડીલીટ કરવા માટે થઈને ધમકી આપી હતી આટલું નહીં પરંતુ ફરિયાદીએ ફોન ઉપર કરેલી વાતનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં તેમજ વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યું હતું.જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ આલ્ફા-બી ફ્લેટ નં.402 ખાતે રહેતા કુલદીપભાઈ હરિભાઈ લોરીયા (32) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોગેશ કાસુન્દ્રા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીએ પોતાના ફેસબુક આઇડી કુલદીપ લોરીયામાં આવેલ જે.ટી.કાસુન્દ્રાની રિલ્સ ઉપર કોમેન્ટ કરી હતી.જે બાબતે યોગેશ કાસુન્દ્રાને તે સારું લાગ્યું ન હતું અને ફેસબુક આઇડી પરથી યોગેશ કાસુન્દ્રાફરિયાદીએ કરેલ કોમેન્ટ બાબતે ફરિયાદી યુવાન તથા તેના કૌટુંબિક ભાઈના મા-બેનના ચરિત્ર ઉપર જેમ ફાવે તેમ ગાળો લખેલ હતી તથા ફરિયાદી યુવાનને ફોન ઉપર ફોન કરીને કોમેન્ટ ડીલીટ કર નહીં તો જીવવા નહીં દઉં તેવી ગર્ભિત ધમકી આપી હતી અને ફરિયાદી યુવાન સાથે જે ફોન ઉપર વાતચીત થયેલ હતી.તેનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં તથા વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યું હતું.જેથી આ બાબતે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News