મોરબીમાં સોશ્યલ મીડિયામાં મુકેલ રિલ્સ ઉપર કોમેન્ટ કરનાર યુવાનને મારી નાખવાની ધમકી
રાજકોટની પરિણીતાએ મોરબીમાં બે સામે કરી સામૂહિક દુષ્કર્મની ફરિયાદ: સામાપક્ષે યુવાને મહિલા અને પત્રકાર સહિત ત્રણ સામે કરી બ્લેક મેલિંગની ફરિયાદ !
SHARE









રાજકોટની પરિણીતાએ મોરબીમાં બે સામે કરી સામૂહિક દુષ્કર્મની ફરિયાદ: સામાપક્ષે યુવાને મહિલા અને પત્રકાર સહિત ત્રણ સામે કરી બ્લેક મેલિંગની ફરિયાદ !
મોરબી એસપીને રાજકોટમાં રહેતી પરિણીતા અને મોરબીમાં રહેતા યુવાને અગાઉ અરજીઓ કરી હતી અને તે અરજીના કામે બંને પક્ષના નિવેદનો લેવામાં આવ્યા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ બે શખ્સોની સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ કરેલ છે જયારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં યુવાને તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાનું કહીને ડરવી ધમકાવીને રાજકોટની પરિણીતા તેમજ મોરબીના પત્રકાર સહિત ત્રણ વ્યક્તિ દ્વારા 15 લાખની માંગણી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે બંને ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં ભોગ બનેલ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપ જેરામભાઇ ડાભી રહે. ભડિયાદ અને મિતેશભાઈ ભટ્ટ રહે. વીરપર વાળાની સામે ફરિયાદ નોંધવાલે છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર હાઇવે રોડ ઉપર રફાળેશ્વર પાસે આવેલ ભવ્ય હોટલના રૂમમાં ગત તા. 18/11/22 થી માર્ચ 2024 દરમિયાન કોલ્ડ્રીંકમાં કંઈક પીવડાવીને બેભાન કર્યા બાદ હોટલના રૂમમાં ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને બળાત્કાર કર્યો હતો અને ફરિયાદી સાથે જયદીપ ડાભીએ અવારનવાર ફોટો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને તેમજ તેની દીકરીને ઉપાડી જવાની ધમકી આપીને બ્લેકમેલ કરીને શરીર સંબંધ બાંધ્યો હતો અને મારકુટ કરી હતી અને બળાત્કાર કર્યો છે જેથી કરીને આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એન.એ.વસાવા ચલાવી રહ્યા છે
જયારે સામાપક્ષેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મોરબીના ભડિયાદ ખાતે રહેતા જયદીપ જેરામભાઈ ડાભી (31)એ પત્રકાર મેહુલ ગઢવી રહે મોરબી અને દિપકકુમાર વદર રહે. કુતીયાણા તેમજ એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેને અગાઉ મહિલા સાથે મૈત્રી સંબંધ હતા અને તે બાબતનું મનદુઃખ રાખીને આરોપી મેહુલ ગઢવી, દીપકકુમાર વદર અને મહિલા સહિતનાઓએ ફરિયાદીને ડરાવી, ધમકાવીને બળાત્કારના કેસમાં ફસાવી દેવા ધમકી આપી હતી અને 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવા ધમકી આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ હોવાની ફરિયાદ કરી હતી.
જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધીને પોલીસે આ બનાવમાં દીપકભાઈ જરખાભાઇ વદર (મેર) (34) રહે. મીરાનગર દુર્ગા પાર્ક-1 જુનાગઢ મૂળ રહે. કુતિયાણા હરિઓમ સોસાયટી જીલ્લો પોરબંદર તથા મેહુલભાઈ લાભુભાઈ ખાત્રા (ગઢવી) (42) રહે જેપુર તાલુકો મોરબી મૂળ રહે જાંબુડા જિલ્લો જામનગર વાળાની ઘરપકડ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, હાલમાં જે મહિલા સામે ગુનો નોંધાયેલ છે તેને બે દિવસ પહેલા રાજકોટમાં પત્રકાર પરિષદ કરી હતી અને મોરબી પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા જો કે, બંને પક્ષ તરફથી એસપીને કરવામાં આવેલ અરજી બાબતે નિવેદનો લેવામાં આવ્યા બાદ હવે બંને પક્ષેથી ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
