વાંકાનેરના લુણસરિયા ગામના ઝાપા પાસે ડમ્પર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબીમાં માધવ માર્કેટ પાસેથી બાઈકની ઉઠાંતરી
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739163227.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં માધવ માર્કેટ પાસેથી બાઈકની ઉઠાંતરી
મોરબીના સનાળા રોડ પર આવેલ માધવ માર્કેટ પાસે દુકાનની બાજુમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં 50,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થયાની ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં ઓમ પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 303 માં રહેતા નિલેશભાઈ ચતુરભાઈ બારૈયા (31)એ વાહન ચોરીની મોરબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. 26/1 ના રોજ બપોરે 12:00 થી 12:15 ના સમયગાળામાં તેણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માધવ માર્કેટ પાસે રંગોલી આઈસ્ક્રીમની બાજુમાં પોતાનું બાઈક નંબર જીજે 3 એસી 8884 પાર્ક કરીને મૂક્યુ હતું જે 50 હજાર રૂપિયાની કિંમતનું બાઇક અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)