હળવદના વેગડવાવ રોડે કાર ચાલકે એક્ટિવા-બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત
વાંકાનેરના લુણસરિયા ગામના ઝાપા પાસે ડમ્પર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત
SHARE






વાંકાનેરના લુણસરિયા ગામના ઝાપા પાસે ડમ્પર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત
વાંકાનેર નજીક લુણસરિયા ગામના ઝાપા પાસેથી વૃદ્ધ પોતાનું એકટીવા લઈને લગ્ન પ્રસંગમાંથી દીધલીયા ગામે ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન ડમ્પર ચાલકે તેઓના એક્ટિવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જેથી મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે રહેતા હિતેશભાઈ વનમાળીદાસ કુબાવત (45)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 17 એક્સ એક્સ 3671 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના પિતા વનમાળીદાસ ભગવાનદાસ કુબાવત (70) પોતાનું એકટીવા નંબર જીજે 36 એમ 3184 લઈને લુણસરિયા ગામે લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતા દરમિયાન ડમ્પર ચાલકે તેઓના એક્ટિવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને પેટ અને હાથ ઉપર ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું અને ડમ્પર ચાલક પોતાના હવાલા વાળું વાહન સ્થળ ઉપર જ છોડીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

