વાંકાનેર તાલુકા પોલીસે પીછો કરતાં મકતાનપર પાસે રેઢી મળી આવેલ કારમાંથી 131 બોટલ દારૂ ઝડપાયો
SHARE
વાંકાનેર તાલુકા પોલીસે પીછો કરતાં મકતાનપર પાસે રેઢી મળી આવેલ કારમાંથી 131 બોટલ દારૂ ઝડપાયો
વાંકાનેર તાલુકાના પાડધરા ગામ પાસે વાહન ચેકીંગ ચાલુ હતું ત્યારે કાર ચાલક તેની કાર લઈને નાશી ગયો હતો જેનો પોલીસે પીછો કરતાં કાર ચાલક તેની કારને મકતાનપર ગામ પાસે શીવ સ્ટોન પથ્થરની ખાણ પાસે મૂકીને ભાગી ગયો હતો જેથી પોલીસે તે કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી 131 બોટલ દારૂ મળી આવેલ હતી જેથી કરીને 4,53,469 નો મુદામાલ કબજે કર્યો છે અને કારને રેઢી મુકીને નાશી ગયેલા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટિમ વિસ્તારમાં કોમ્બીંગમાં હતી ત્યારે અજયસિંહ ઝાલાને મળેલ ખાનગી હકીકત આધારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામ પાસે વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન હકીકત વાળી નંબર વાળી કાર આવત તેને રોકવાનો ઈશારો કર્યો હતો ત્યારે કાર ચાલક પોતાની કારને એકદમ હંકારતા કારનો પીછો કર્યો હતો જેથી કરીને કાર ચાલક કારને મકતનાપર ગામ પાસે આવેલ શીવ સ્ટોન પથ્થરની ખાણ પાસે જાહેર રોડ પર રેઢી મુકીને નાશી ગયેલ હતો જેથી કરીને કારને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની નાની મોટી 131 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 53469 નો દારૂ અને 4 લાખની કાર નંબર જીજે 3 એમઆર 4227 આમ કુલ મળીને 453469 નો મુદામાલ કબજે કરેલ છે અને કારને રેઢી મુકીને નાશી ગયેલા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી પીએસઆઈ એલ.એ.ભરગા તેમજ ભરતભાઈ, કિર્તિસિંહ, અજયસિંહ, અશ્વિનભાઈ તથા વાસુદેવભાઈ દ્વારા કરવામાં આવી હતી.