મોરબીના રફાળેશ્વર પાસે રેલ્વે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન હડફેટે શરીર કપાઈ જવાથી યુવાનનું મોત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739166709.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના રફાળેશ્વર પાસે રેલ્વે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન હડફેટે શરીર કપાઈ જવાથી યુવાનનું મોત
મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ડેમુ ટ્રેન હેડફેટે આવી જતા યુવાનનું શરીર કપાઈ જવાના ગયું હતું જેથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મકનસરના રેલ્વે સ્ટેશન માસ્તર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં મેપ્સ લેબોરેટરીમાં રહેતા અને કામ કરતા સુનિલકુમાર સંતોષરાય (26) નામનો યુવાન રફાળેશ્વર ગામ પાસે રેલ્વે ટ્રેક ઉપરથી ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તે ડેમુ ટ્રેન હડફેટે આવી જતા તેનું શરીર કપાઈ ગયું હતું જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને આ અકસ્માતના બનાવની મકનસર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર સંતોષકુમાર સૈની દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)