વાંકાનેર તાલુકા પોલીસે પીછો કરતાં મકતાનપર પાસે રેઢી મળી આવેલ કારમાંથી 131 બોટલ દારૂ ઝડપાયો
મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સની ધરપકડ
SHARE








મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સની ધરપકડ
મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ મેડિકલ કોલેજની બાજુમાંથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જે ચોરાઉ બાઇક સાથે પોલીસે હાલમાં વાંકાનેર ખાતે રહેતા શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર પાસે ક્રિશ્ચયનના બંગલાની પાછળના ભાગમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ બોડા (33) એ પોતાનું બાઈક નંબર જીજે 36 એ 3937 મોરબીમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ મેડિકલ કોલેજની બાજુમાં શહેરના પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 30,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી અલીઅસગર ઓસમાણભાઈ શેખ (22) રહે. રેલ્વે સ્ટેશન પાણીના પરબ પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે. અને તેની પાસેથી ચોરીમાં ગયેલા બાઇકને પણ કબજે કરવામાં આવ્યું છે.

