મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ટંકારામાં થયેલ હનીટ્રેપના આરોપીઓનો શરતી જામીન ઉપર છુટકારો


SHARE













મોરબીના ટંકારામાં થયેલ હનીટ્રેપના આરોપીઓનો શરતી જામીન ઉપર છુટકારો

મોરબીના ટંકારા તાલુકાના હરિપર ગામે અપહરણ કરી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી પાંચ લાખ પડાવી લેવાના ચકચારી હનીટ્રેપના આરોપી દિવ્યાબેન ઉર્ફે પુજાબેન રમેશભાઈ, હાર્દિક કિશોરભાઇ, વિપુલ રામજીભાઇ, રમેશભાઈ કાળુભાઇના શરતી જામીન મંજૂર કરાવતા વકીલ કાનજી એમ.ગરચર.

આ ગુન્હામા હરીપર ગામના ફરીયાદીશ્રીના મોબાઇલ ફોનમાં અગાઉ એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા તે સ્ત્રી દેવુબેન ઉર્ફે પુજાબેનના સંપર્કમાં આવેલા અને તે પુજા સાથે પરીચય કેળવી તા.૧૭-૧-૨૫ ના રોજ પુજાને કારમાં મળવા ગયેલા ત્યારે છતર ગામ નજીક એક સ્વીફટ કારમાં પાંચ ઇસમો વિરુધ્ધ ફરીયાદીશ્રીનુ અપહરણ કરી, મારમારી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપી કુલ રૂપીયા ૫,૦૦,૦૦૦ હનીટ્રેપ કરી પડાવી લીધેલ હોવાની ફરીયાદીએ તા.૧૯-૧-૨૫ ના રોજ ટંકારા પોલીસ સ્ટેશને ફરીયાદ જાહેર કરતા પોલીસે ગુનો નોધી આરોપીઓ વિરુદ્ધ કલમ ૧૧૫(૧), ૩૫૧(૨), ૩૦૮(૭), ૧૪૦(૩), ૬૧ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ જે ગુનાની તપાસ દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, સદરહું ગુનામાં ઉપયોગ થયેલ સ્વીફટ કાર આરોપીઓ ટંકારા ઓવરબ્રિજના છેડે નવા બનતા શ્રીરામ પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસેથી નીકળનાર છે.જે હકિકત આધારે પોલીસ તપાસમાં હતી.દરમ્યાન હકિકત વાળી સ્વીફટ કાર આવતા તેને રોકી તપાસ કરતા તેમાથી સંજયભાઇ ભીખાભાઇ ડારા (ઉ.વ.૨૪) રહે.ખેવારીયા તા.જી.મોરબી, હાર્દીકભાઇ કિશોરભાઇ મકવાણા (ઉ.વ.૨૭) રહે.નાની વાવડી તા.જી.મોરબી, દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઇ જાદવ (ઉ.વ.૩૪) રહે.ટંકારા જી.મોરબી અને રમેશભાઇ કાળુભાઇ જાદવ (ઉ.વ.૪૫) રહે. ટંકારા જી.મોરબીને રોકડા રૂપીયા-૫,૦૦,૦૦૦ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૫ રૂા.૨૩,૦૦૦, મારૂતી સ્વીફટ કાર રૂા.૩,૦૦,૦૦૦ અન્ય મુદામાલ કુલ રૂા.૮,૨૫,૫૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારબાદ આ ગુનાની તપાસ દરમ્યાંન આરોપીઓ વિપુલ રામજીભાઇ, હાર્દીકભાઇ કીશોરભાઇ, દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઇ અને રમેશભાઇ કાળુભાઇની ધરપકડ કરવામાં આવતા આરોપીએ મોરબીના જાણીતા વકીલ કાનજી એમ.ગરચર મારફતે સેશન્સ કોર્ટ મોરબીમાં રેગ્યુલર જામીન દાખલ કરેલ અને મોરબી સેશન્સ કોર્ટ દ્રારા આરોપીના શરતી જામીન મંજૂર કરેલ જેમાં આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.




Latest News