વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબી મચ્છુ-૨ તેમજ મચ્છુ-૩ યોજનાના કમાંડ વિસ્તારમાં વધારો કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ


SHARE











મોરબી મચ્છુ-૨ તેમજ મચ્છુ-૩ યોજનાના કમાંડ વિસ્તારમાં વધારો કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ

મોરબી જીલ્લાનો માળિયા(મિં.) તાલુકો સિંચાઈની સુવિધાથી  વંચિત છે. હાલમાં મોરબી જીલ્લામાં બે સિંચાઈ યોજના મચ્છુ-૨ તેમજ મચ્છુ-૩ આવેલ છે.તેમાં મચ્છુ-૨ માં પહેલા કમાંડ વિસ્તારમાં ઘણો વિસ્તાર બિન ખેતી થયેલ છે.તેમજ હવે કેનાલને લીફ્ટ ઈરીગેશનમાં કન્વર્ટ કરેલ છે. ત્યારે મચ્છુ-૨ યોજનાની કેનાલને મોટી કરીને કમાન્ડ વિસ્તાર માં વધારો થઇ શેક તેમ છે.તો તે કરવામાં આવે તેવી માંગણી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કે.ડી.બાવરવાએ કરેલ છે.

રાજયના મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં જણાવાયેલ છેકે, કમાન્ડમાં વધારો શક્ય છે.કારણ કે મચ્છુ-૨ યોજનાના જુના કમાન્ડમાં ઘણો વિસ્તાર બિનખેતી થયેલ છે.કેનાલને ગ્રેવિટીને બદલે લીફ્ટ સિંચાઈમાં ફેરવવામાં આવેલ છે. મચ્છુ-૨ માં નર્મદા કેનાલનું પાણી પણ આવે છે.તો  ઉપરનાં કારણો જોતા કમાન્ડમાં વધારો શક્ય છે.આ ઉપરાંત પાક વાવેતરમાં ફેરફાર આવેલ છે.પહેલા મગફળી અને બાજરી, કાઠોળનું વાવેતર કરવામાં આવતું હતું. અને રવિ સીઝનમાં ખેતરો ખાલી રહેતા હોવાથી ઘઉં, રાયડો જેવા પાકનું વાવેતર કરવમાં આવતું હતું. હવે કપાસનું વાવેતર વધારે થાય છે. તેથી  ખેતરો ખાલી ન રહેતા હોય વાવેતર ઓછું થાય છે.તેમજ રવિ પાકમાં ઝીરું ના પાકનું વાવેતર થતું હોય પાણીની જરૂરત ઓછી હોય છે.અને ચાલુ કેનાલની સ્થિતિ જોતા કમાન્ડ વસ્તારની બહાર લુટાવદર , પીપળીયા, ચાંચાવદરડા, તરધરી અને મોટા દહીસરના ઘણા ખેતરોમાં ચાલુ સાલે રવિ પાકનું વાવેતર થયેલ છે.જે લોકો મચ્છુ-૨ કેનાલના વધારના પાણીનો ઉપયોગ કરેલ છે.તેઓને પાણી મળેલ પણ છે.એટલે પાણીની ઘટ પડે એ તો પાકું છે.સરકારને સિંચાઈ વિસ્તારના બહારના ખેતરોમાં થયેલ પાકની સિંચાઈ શુક્લની આવક થતી નથી.જો કમાન્ડ વધારવામાં આવે તો સરકારને પણ આવક થાય. સામે પક્ષે ખેડૂતોને પણ પોતાના ખેતર કમાન્ડ વિસ્તારમાં આવવાથી  ફાયદો થાય છે.તેમને  પાકા ધિરાણમાં પિયત વિસ્તાર તરીકે ધિરાણ વધારે મેળવી શકશે.ખેતરના નાના ટુકડા પણ ખાતે ચડી જશે.પોતાનો પાક સિંચાઈની સુવિધાને ધ્યાને રાખીને વાવેતર કરી શકશે.ગામડાઓમાંથી ખેડૂતોનું પલાયન અટકશે.

તેમજ જે વંચિત છે.તેને સિંચાઈ નો લાભ મળશે. નમર્દા કમાન્ડમાં જે બચત છે.તેમાં એમનો સમાવેશ કરવાથી સરકારને પણ કમાન્ડ વિસ્તાર વધારે બતાવી શકાશે.તો ઉપરોક્ત બાબતો ધ્યને લઇ વહેલાસર કેનાલ મોટી કરી કમાન્ડ વિસ્તારમાં  વધારો કરવામાં આવે નહીતર  મોરબીમાંથી  પસાર થતી કેનાલને કવર  કરી દેવા આવશે તો પછી તેમાં કોઇ સુધારો કરી શકાશે નહિ.તેથી કેનાલ ઉપર સ્લેબનું કામ કરતા પહેલા કમાન્ડ વિસ્તાર વધારવાના કામને અગ્રતા આપીને  કમાન્ડ વધારવા માંગણી છે.જો આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તે અમારે ના છૂટકે ખેડૂતો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાયક્રમો  કરવાની ફરજ પડશે તેવી ચીમકી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કે.ડી.બાવરવાએ ચીમકી ઉચ્ચારી છે.






Latest News